અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેકટ અમદાવાદ માટે મહત્વનો પ્રોજેકટ(Metro Train Ahmedabad) માનવામાં આવે છે. તેમજ પરિવહન ક્ષેત્રે પણ શહેર માટે મેટ્રો રેલ પ્રોજેકટ અતિ મહત્વનો છે. અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન દોડવામાં માટે તૈયાર થઈ ચૂકી છે. પહેલી નવરાત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Narendra Modi )આમદાવાદીઓને મેટ્રો ટ્રેન ગીફ્ટ આપશે. વસ્ત્રાલથી થલતેજ અને વાસણા APMCથી મોટેરા સુધીનો રેલ રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન બન્ને રેલ રૂટના 40 કિમીમાં આવતાં 32 રેલવે સ્ટેશનને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સપ્તાહમાં જ દિલ્હીની ટીમે સેફટી સહિતના તમામ મુદ્દે ઇન્સ્પેક્શન પૂર્ણ કર્યું છે. સૂત્રો પાસેથી મળતી માહીતી પ્રમાણે હવે આ ટીમની લીલીઝંડીની રાહ જોવાઈ રહી છે. શહેરમાં આત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલું છે. 4 માર્ચ 2019ના પીએમ મોદીએ આ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું, અમદાવાદ શહેરમાં વસ્ત્રાલથી થલતેજ અને વાસણા એપીએમસીથી માંડીને( PM Modi inaugurate metro train in Ahmedabad before Navratr) મોટેરા સુધી મેટ્રો ટ્રેન દોડવા માટે સજ્જ થઈ છે.
તમામ મુદ્દાઓને સાંકળીને સત્તાવાર નિરીક્ષણ દિલ્હીથી આવેલી ટીમે આખા રૂટ ઉપરાત તમામ મુદ્દાઓને સાંકળીને સત્તાવાર નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ ટીમ 17 સપ્ટેમ્બર સુધીમાં લીલી જંડી આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યાર પછી મેટ્રો રેલ દ્વારા પીએમ મોદીને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવશે. મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીક સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ વસ્ત્રાલથી થલતેજ અને વાસણા APMCથી મોટેરા સુધીનો રેલ રૂટ પર દોડતી મેટ્રો ટ્રેનમાં કુલ 3 કોચ હશે જેમાં 1000 પ્રવાસીઓ પ્રવાસી કરી શકશે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.