ETV Bharat / state

PM Modi Gujarat Visit: 12મી મે એ PM નરેન્દ્ર મોદી 1545 કરોડના કામોના કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 12 મે ના રોજ એક દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં આવીને તેઓ અનેક મોટા પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે. એટલું નહીં રાજ્યભરના શિક્ષકોને પણ સંબોધીત કરશે. અનેક વિકાસના કામો લોકર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 78.88 કરોડના લોકર્પણ તેમજ 1466 કરોડના ખાતમુહૂર્ત તેમ કુલ 1545.47 કરોડના ગાંધીનગર મહાત્મા મંદિરથી ઇ લોકાર્પણ કરશે.

PM Modi Gujarat Visit: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1545 કરોડના કામોના કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

author img

By

Published : May 11, 2023, 7:48 PM IST

Updated : May 12, 2023, 9:50 AM IST

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 12 મેંના રોજ ગુજરાતમાં આવીને અનેક એવા કાર્યક્રમમાં ભાગ લેશે. એટલું જ નહીં પ્રજાને પણ સંબોધીત કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કુલ 4400 કરોડના વિકાસલક્ષી કામના લોકર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. બાદમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રધાનમંડળના નેતાઓ સાથે બેઠક કરી ગિફ્ટસિટીમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરશે. જોકે, આ બેઠકમાં આગામી આયોજન તથા ઔદ્યોગિક વ્યૂહરચના વિશે ચર્ચા કરે એવી પૂરી શક્યતાઓ છે.

1545 કરોડના કામોનું લોકાર્પણઃ સ્ટેડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદ મહાનગરની અંદર વિકાસની વણઝાર નીકળી છે. દેશના વડાપ્રધાન હસ્તે અંદાજીત 1500 કરોડની વધુ રકમના વિકાસના કામો ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના હાથે કરવામાં આવશે.જેમાં 3 બ્રિજ, અને 78 કરોડના લોકાર્પણ તેમજ ડ્રેનેજ પંપી સ્ટેશન ખાતમુહુર્ત કરવામાં આવશે. 78 કરોડનું ડ્રેનેજ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરાશે.

બ્રીજનું લોકાર્પણ થશેઃ ઉતરઝોનના બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે અંદાજીત 78.88 કરોડના ખર્ચે 30 MLD નવો S.B.R. S.T. P બનાવવા આવ્યો છે.જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મુમદપુરા ખાતે પણ તૈયાર થયેલ બ્રિજનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવશે. અંદાજીત 1466 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગોતા વોર્ડમાં 28.63 કરોડના ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન,અમરાઈવાડી વોર્ડમાં 28.17 કરોડ ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને એક્સપ્રેસ હાઇવેથી સરદાર પટેલ રિંગરોડ પર 205.97 કરોડના ખર્ચે M.S પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

1500 કરોડથી વધારેની રકમના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ત્રણ બ્રીજના ખાતમૂહુર્ત કરવાના છે. આ માટે ટાગોર હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન ગાંધીનગરથી ખાસ ઈ લોકાર્પણ પણ કરવાના છે. આ માટે અમદાવાદ મહાનગર પાલિકાએ ખાસ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ---હિતેશ બારોટ (સ્ટેન્ડિગ કમિટી ચેરમેન)

આ પણ વાંચોઃ

  1. Karnataka Election 2023: અદભૂત દ્રશ્યો, પીએમ મોદીએ રોડ શો પહેલા બાળકો સાથે કર્યો સંવાદ
  2. FM Radio : વેરાવળ સહિત સમગ્ર દેશમાં 91 નવા FM રેડીયો સેન્ટરનો શુભ આરંભ
  3. Gandhinagar News : ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન યોજાશે,

ત્રણ બ્રીજ શરૂ થશેઃ આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમજ ગુજરાત સરકાર ઝુંપડ પટ્ટી પૂનઃવસન પોલીસ યોજના હેઠળ 63.57 કરોડના ખર્ચે નવા મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. શહેરમાં નવા ત્રણ બ્રિજના ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે નવા 3 બ્રિજ તૈયાર કરવામાં આવશે.જેમાં નરોડા પાટિયાથી દેવી સિનેમા થી ગેલેક્ષી સિનેમા સુધી 267.67 કરોડના બ્રિજ, વાડજ જંકશન ઉપર 127.92 કરોડ ખર્ચે અને સતાધાર ચાર રસ્તા પર 103 કરોડના ખર્ચે 4 લેન બ્રિજનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં T.P રોડ રી ગ્રેડ કરી રિસરફેશ કરવાના કામોના ખાતમુહૂર્ત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

Last Updated : May 12, 2023, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.