ગત 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સાથે બરોડા લોકસભા બેઠક ઉપરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે હવે આ વખતે વડાપ્રધાન મોદી ખાલી વારાણસી ખાતે જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે દરેકની નજર ત્યાં જ મંડાયેલી છે. વડાપ્રધાન મોદી આવનારી 26 કે 27મી એપ્રિલે પોતાનું ફોર્મ ભરવાની સંભાવનાઓ છે.
ત્યારે ગુજરાતમાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, બે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને પુરસોત્તમ રૂપાલા ગુજરાતથી વારાણસી જાય તેવું ગુજરાત ભાજપના સંગઠનના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.