ETV Bharat / state

અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર પ્રાવસીની સંખ્યા મર્યાદિત કરવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 25 માર્ચ, 2021થી 30 રૂપિયા કરવામાં આવ્યો છે.

અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા
અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા
author img

By

Published : Mar 24, 2021, 10:01 PM IST

  • 25 માર્ચથી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ફેરફાર થશે
  • કોરોનાને લઈને પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા
  • અમદાવાદમાં પ્લેટફોર્મ ટિકિટના 30 રૂપિયા થયા
  • પહેલા 10 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ ભાવ હતો

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર પ્રાવસીની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 25 માર્ચ, 2021થી 30 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કોરોનાના વધતા કહેર વચ્ચે રેલવે પ્લેટફોર્મ ટિકિટોમાં 5 ગણો વધારો

13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના 30 રૂપિયા

આ અંગે માહિતી આપતાં મંડળ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિઝન દ્વારા લીધેલા નિર્ણય મુજબ 25 માર્ચથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઊંઝા , સિદ્ધપુર, સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 રૂપિયા રહેશે. આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ 10 રૂપિયા રહેશે.

આ પણ વાંચોઃ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 3 ગણો વધારો કરાયો, જાણો શા માટે..

બિનજરૂરી રેલવે સ્ટેશનની મુલાકાત ન લેવા લોકોને અપીલ

આ માટે ટિકિટ બારી પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ કોરોના મહામારીનો જોતા મુંબઈ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દર 50 રૂપિયા કરવામાં આવ્યા હતા. પ્રવાસીઓને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા રેલવે તંત્ર દ્વારા વિનંતી કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.