ETV Bharat / state

શાહીબાગ રિવરફ્રન્ટ પર પૂજા કરવા લોકો ભેગા થયા, સોશિયલ ડિસ્ટન્સ-ફરજીયાત માસ્કના ઉડ્યા ધજાગરા

સોમવતી અમાસ નિમિતે અમદવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો ભેગા થયા હતા અને ભેગા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટ્સનું પાલન કર્યું નહીં. જેમાં કેટલાંક લોકોએ તો માસ્ક પણ પહેર્યું નહોતું. બીજી તરફ તંત્રની પણ બેદરકારી જોવા મળી હતી, જેમને કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરી નહોતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jul 20, 2020, 11:02 AM IST

સોમવતી અમાસ નિમિતે રિવરફ્રન્ટ પર પૂજા કરવા લોકો એક્ઠા થયાં

સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

બીજી તરફ તંત્રની પણ જોવા મળી બેદરકારી

અમદાવાદ: શાહીબાગ રિવરફ્રન્ટ હાલ તો લોકોની અવજવર માટે બંધ છે, પરંતુ આજે સોમવતી અમાસ હોવાને કારણે લોકો આપ મેળે જ રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં પૂજા કરવા પહોંચેલા લોકોમાં સોશિયલ ડિસ્ટ્સનો અભાવ જોવા મળ્યો હતો અને લોકોએ પણ માસ્ક પહેર્યું નહોતું.

અમદાવાદ: રિવર ફ્રન્ટ પર પૂજા કરવા ભેગા થયા લોકો, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ

આ અંગે પોલીસ દ્વારા પણ આટલી મોટી સંખ્યામાં લોકો હોવા છતાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નહોતો. તેમજ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા હાલ પોલીસ દ્વારા લોકોને પાછા મોકલવાની કામગીરી થઈ રહી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવામાં આવ્યા તેને લઈને પણ અનેક સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.