અમદાવાદઃ કોરોના વાઇરસના આ કપરા કાળમાં જ્યારે બે મહિના લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે મજૂર વર્ગ પાસે કામ ધંધો નહોતો. તેની આવક બંધ થઇ ચૂકી હતી. ત્યારે સેવાભાવી લોકોના સહારે તેમનું ઘર ચાલતું હતું. હવે જ્યારે લોકડાઉન ઉપાડી લેવાયુ છે.તેમ છતાં મજૂર વર્ગ પાસે કામ નથી. ત્યારે આવા સંકટના સમયે ગરીબ વ્યક્તિઓને રાશન મળી રહે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સરકારી દુકાનેથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે.
આંબાવાડીની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકારી દુકાન પર લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો - ભ્રષ્ટાચાર
કોરોના વાઇરસ જેવી મહામારીના સમયે ઘણાં લોકોએ મજૂર વર્ગને મદદ કરી છે અને અજાણ્યાં લોકોને જમાડ્યાં છે, પરંતુ સામે પક્ષે કેટલા એવા લોકો પણ છે. જેમણે આવા કપરા સમયે પણ પ્રજાને લૂંટી છે અને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. જેમાં મોટા ડોક્ટરોથી લઈને નાના ફેરિયાઓ પણ સામેલ છે.
આંબાવાડીની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકારી દુકાન પર લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો