અમદાવાદ: 2015માં ઉદભવેલા પાટીદાર આંદોલને (The Patidar movement 2015)સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકયું હતું. જેને લઈને અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન (Patidar anamat andolan samiti) 2015થી પડતર માગણીઓ તેમજ આંદોલન દરમ્યાનના બનાવથી ઉદભવેલી માગણીઓ તેમજ ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજની અમુક માગણીઓ પણ સરકાર સામે મૂકવામાં આવી છે.હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને 250 કરોડ જેટલી પ્રોપર્ટી બનાવી (Hardik Patel also created properties worth 250 crores using Patidar society)દીધી છે.જેથી પાટીદાર સમાજ હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરે(Patidar Samaj openly opposes Hardik Patel) છે
પાટીદાર અનામનની ચાર માંગો: પાસ આગેવાન નિલેશ એરવાડિયાએ જણાવ્યા હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હજુ પણ ચાર માંગો પુરી થઈ નથી. જે માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. જેમાં શહીદ યુવાનોને ન્યાય મળે, પાટીદાર આંદોલનમાં શહીદ થનારના તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે, પાટીદાર અનામત આંદોલન જોડાયેલા ગુજરાત ભરના ક્રાંતિકારી યુવાનોને સરકાર દ્વારા કે સરકારના સમર્થકો દ્વારા જે પણ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે.જે માંગ સાથે પાટીદાર સમાજ બહાર નીકળ્યો હતો એટલે કે ઓબીસી આરક્ષણ પાટીદાર સમાજના નબળા વર્ગના યુવાનોને લાભ મળે તે માંગો સરકાર દ્વારા સ્વીકારોમાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
હાર્દીક પટેલે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો: વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજની માંગણીઓ નવી સરકાર બનશે એટલે ફરી તેમને રજૂઆત કરવામાં આવશે. આ પાટીદાર આંદોલન સમિતિ એ બિન રાજકીય છે. સાથે પાટીદાર અનામત આંદોલન વખતે મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો પરંતુ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને હાર્દિક પટેલે સમાજનો ઉપયોગ કર્યો છે. તેને સમાજનો ઉપયોગ કરીને 250 કરોડ જેટલા રૂપિયાની પ્રોપર્ટી બનાવી દીધી છે. આખું પાટીદાર સમાજ હાર્દિક પટેલથી નારાજ છે. પાટીદાર સમાજ વિરમગામમાં તેનો વિરોધ કરશે. હાર્દિક પટેલે સમાજને જણાવ્યા વિના અને પોતાના સ્વાર્થી ભાજપમાં જોડાયા છે.
ભાજપ સિવાયની પાર્ટીમાં જોડાયા તેમને સમર્થન: સાથે વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ પર અત્યાચાર કરનાર ભાજપ પક્ષની સામેની પાર્ટીમાં ઊભા રહેનાર અલ્પેશ કથારીયા સહિત કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અપક્ષમાં ઉભા રહ્યા છે. તેમને ખુલ્લુ સમર્થન આપવામાં આવશે. તેમની જીત માટે પણ પ્રાર્થના કરવામાં આવશે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નવેસરથી પાસની રચના કરવામાં આવશે અને સમાજના આગેવાનો, વકીલો, ડોક્ટર અને રીટાયર્ડ સરકારી અધિકારીઓની સામેલ કરીને દરેક મોરચા પર માગણીઓ સ્વીકારે નહીં તો આગામી સમયમાં નવી રણનીતિ બનાવીને સરકાર સામે લડીશું.
માત્ર OBC સમાવેશ કરવા માંગ: વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજને માત્ર ઓબીસી સમાજમાં જ સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં 18000 ગામડાઓમાંથી બહારથી 12 હજાર વધુ ગામડાઓમાં સંગઠન ઊભું કરી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ગામડે ગામડે જઈને મુલાકાતો નો દોર શરૂ કરવામાં આવશે પાટીદાર સમાજ રાજકીય રીતે ખૂબ જ સક્ષમ હોવા છતાં સરકારમાં બેઠેલ પાટીદાર સમાજના નેતાઓ સામે સમાજના અત્યાચાર થાય તે જોતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે આગામી સમયમાં દરેક જિલ્લાના કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ફરીવાર પાસનું આંદોલન શરૂ થશે.