● સિદ્ધપુરના ધારાસભ્યએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
● કોર્ટ મેરેજમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની કરી માગ
● રજિસ્ટ્રાર કચેરીના અધિકારી લગ્ન નોંધણી જાણ માતા-પિતાને કરે
પાટણઃ માતા-પિતાની સંમતિ વગર જે છોકરા છોકરીઓ કોર્ટમાં લગ્ન કરે છે. તેમાં મા-બાપની સંમતિ રાખવામાં આવે. તેમજ સામાજિક અને પારિવારિક વિવાદોને ટાળી શકાય તે માટે સરકારે યોગ્ય નિયમો બનાવવા જોઈએ તેવી માગ સાથેનો પત્ર સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રાજ્યના મુખ્ય પ્રધાને લખ્યો છે.
રજિસ્ટ્રાર કચેરીના અધિકારી લગ્ન નોંધણી જાણ માતા-પિતાને કરે
સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે દિકરા-દિકરીઓ મા-બાપની સંમતિ વગર કોર્ટમાં લગ્ન કરે છે, ત્યારે દીકરો કે દીકરી બંને પુખ્ત વયના હોય તો એકબીજાની સંમતિથી લગ્ન ગ્રંથિમાં જોડાય છે અને આ બાબતે મા બાપ અજાણ હોય છે અને ખબર પડે છે ત્યારે મોટો વિવાદ સર્જાઇ છે. જેમાં ઘણીવાર આવા કિસ્સાઓમાં ખૂન પણ થાય છે. તેના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે તો બીજી તરફ છોકરાનો પરિવાર હોય એ છોકરાના પરિવારને ગામ છોડી બહાર જવું પડે છે અને દીકરી ગમે તેટલી ભણેલી હોય હોંશિયાર હોય તો પણ તેની સામાન્ય ભૂલના કારણે આખી જિંદગી વેરવિખેર થઈ જાય છે. સરવાળે ગામમાં જૂથવાદ ઉત્પન્ન થાય છે.
સિદ્ધપુરના ધારાસભ્યએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડાઓ થાય છે. જે માટે પુખ્ત વયના દિકરા-દિકરીઓ લગ્ન નોંધણી માટે જે રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારી સમક્ષ જાય, ત્યારે ફરજ પરના અધિકારી તાત્કાલિક આ બાબતની જાણ દીકરા દીકરીના માતા-પિતાને કરવામાં આવે તેવી માગ સાથેનો પત્ર સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યપ્રધાનને લખ્યો છે. રજીસ્ટાર કચેરીમાં નોંધાતા લગ્નમાં મા-બાપની સંમતિ લેવામાં આવે તેવી સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે માગ કરી છે.