અમદાવાદઃ કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે શરૂઆતથી જ સંક્રમણને રોકવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવામાં આવ્યું છે. હવે જ્યારે સરકાર દ્વારા લોકડાઉનની મુદત 3 મે થી લંબાવીને 17 મે કરાઈ છે, ત્યારે રેલવે મંત્રાલયે પણ પેસેન્જર ટ્રેનો 17 મે સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં કહીએ તો 17 મેં સુધી કોઈ પણ યાત્રી રેલવે સ્ટેશનની મુલાકાત ના લે તેવી સલાહ રેલવે બોર્ડ દ્વારા અપાઇ છે. જ્યારે લોકડાઉનમાં આવશ્યક ચીજ-વાસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે માલવાહક ગાડીઓ ચાલુ રહેશે. જ્યારે પરપ્રાંતીય લોકો, યાત્રાળુઓ, વિધાર્થીઓ વગેરેને બીજા રાજ્યમાં લઇ જવા માટે ગૃહ મંત્રાલયની સૂચનાઓ પ્રમાણે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે ટ્રેન ચલાવવામાં આવશે.