- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
- ગુજરાત અને તાલિબાનને એકસરખા ગણાવ્યા
- નીતિન પટેલે આકરા પ્રહાર કરીને વળતો જવાબ આપ્યો
અમદાવાદ: અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સરકાર બનાવ્યા બાદ વિવિધ પ્રતિબંધો લાદ્યા છે. આ નિયંત્રણો પૈકી એક મંજૂરી વગર વિરોધ પ્રદર્શન નહીં યોજવાનો પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેની સરખામણી ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સાથે કરી હતી અને નિવેદન આપ્યું હતું. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
-
""ગોઝારી ધટનાનુ દુખ""
— Paresh Dhanani (@paresh_dhanani) September 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
આજ '9/11'ના ગોઝારા દિવસે અફઘાની
તાલીબાનોએ તો અમેરિકન ઈમારત તોડી
હતી પણ,
હવે "આધુનિક તાલિબાનો" ભારતીય સંસ્કાર,
સંસ્કૃતી અને પ્રકૃતિ ઉપર પ્રહાર કરી રહ્યા છે.! https://t.co/FGdYdTeE5M
">""ગોઝારી ધટનાનુ દુખ""
— Paresh Dhanani (@paresh_dhanani) September 11, 2021
આજ '9/11'ના ગોઝારા દિવસે અફઘાની
તાલીબાનોએ તો અમેરિકન ઈમારત તોડી
હતી પણ,
હવે "આધુનિક તાલિબાનો" ભારતીય સંસ્કાર,
સંસ્કૃતી અને પ્રકૃતિ ઉપર પ્રહાર કરી રહ્યા છે.! https://t.co/FGdYdTeE5M""ગોઝારી ધટનાનુ દુખ""
— Paresh Dhanani (@paresh_dhanani) September 11, 2021
આજ '9/11'ના ગોઝારા દિવસે અફઘાની
તાલીબાનોએ તો અમેરિકન ઈમારત તોડી
હતી પણ,
હવે "આધુનિક તાલિબાનો" ભારતીય સંસ્કાર,
સંસ્કૃતી અને પ્રકૃતિ ઉપર પ્રહાર કરી રહ્યા છે.! https://t.co/FGdYdTeE5M
શું હતું પરેશ ધાનાણીના ટ્વિટમાં?
પરેશ ધાનાણીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, અંગ્રેજોના શાષનમાં પણ આંદોલનનો અધિકાર સંપૂર્ણ રીતે અબાધિત હતો. ગુજરાતના આધુનિક તાલિબાનીઓએ 20 વર્ષ પહેલા જ આંદોલનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાની તાલિબાનો આગળ વધશે?
નીતિન પટેલે કર્યા પ્રહાર
પોતાની વાકકટુતાને લઈને જાણીતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આપેલા નિવેદનનો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, તાલિબાનોને માત્ર કોંગ્રેસ જ યાદ કરી શકે.