અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપરના સ્ટ્રોંગ રૂમના દરવાજાનું લોક ખોલીને બીએસસી નર્સિંગના ચોથા વર્ષના પેપરની અમુક ઉત્તરવહીઓની ચોરી થવા મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરે છે.
ડેપ્યુટી રજીસ્ટ્રારે નોંધાવી ફરિયાદ: આ સમગ્ર બાબતે ગુજરાત યુનિવર્સિટી ખાતે ડેપ્યુટી રજીસ્ટ્રાર પરીક્ષા વિભાગ તરીકે નોકરી કરતા પરેશ અંબાલાલ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પરીક્ષા નિયામક તરીકેની તમામ કામગીરી કરતા હોય છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ખાતે મેડિકલ, પેરામેડિકલ અલગ અલગ પરીક્ષાઓ જૂન જુલાઈ 2023ના સમયગાળા દરમિયાન યોજનાર હોય જેથી ગુજરાતી યુનિવર્સિટીની પરીક્ષાના કો-ઓર્ડીનેટર તરીકે બોટની વિભાગના ડોક્ટર નૈનેશ મોદીની નિમણૂક કરવામાં આવી હતી.
ઉત્તરવહીઓની ચોરી: 10મી જુલાઈ 2023 ના રોજ પરીક્ષા યોજાઇ હતી. જે પરીક્ષા પૂર્ણ થતા તમામ ઓબ્ઝવર્સ દ્વારા પરીક્ષા કેન્દ્રો ખાતેથી ઉત્તરવહીઓ સીલ બંધ હાલતમાં કોઓર્ડીનેટર નૈનેશ મોદીને પાસે જમા કરાવી હતી. જે સ્ટ્રોંગ રૂમની ચાવી સેન્ટરના સ્ટાફ કમલેશ જોષી પાસે રહેતી હોય છે. સ્ટ્રોંગ રૂમ 10 જુલાઈ 2023ના રાત્રે લોક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 11મી જુલાઈના રોજ સવારના સમયે પરીક્ષા નિયામક કલ્પેશ સ્ટાફ દ્વારા સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવતા અને ઉત્તરવહીઓની ચકાસણી ચાલુ કરવામાં આવી હતી. તે દરમિયાન 11 વાગે ફરિયાદી ત્યાં પહોંચતા ઉત્તરવહીની ચકાસણી દરમિયાન અમુક બ્લોકના બંડલોમાં ઉત્તરવહીઓ ઓછી હોય તેવી જાણ થઈ હતી.
'આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના અને સેન્ટરના CCTV સહિતની બાબતો એકત્ર કરી તેમજ કેટલી ઉત્તરવહીની ચોરી થઈ છે, તે ઉત્તરવહીઓ કોની છે તે બાબતે તપાસ શરૂ કરાઈ છે.' -વી.જે જાડેજા, પીઆઈ, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન
અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ: જે બાબતે કોઓર્ડીનેટર નૈનેશ મોદીને જાણ થતા ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જેથી ગુજરાતી યુનિવર્સિટીના વતી આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની લેખિત જાણ ફરિયાદીને કરવામાં આવતા તેમજ ઉત્તરવહીઓ ઓછી જણાઈ આવતા અને આ મામલે પરીક્ષા કેન્દ્રની કેટલી ઉતરવહીમાં ગઈ છે. જે બાબતે જાણ ન હોવાથી આ સમગ્ર બાબતે અજાણ્યા વ્યક્તિ સામે ગુજરાત યુનિવર્સિટી ફરિયાદ નોંધાઈ છે.