પાંજરાપોળ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 નિર્દોષ બાઈક સવારના મોત થયા હતા. ગુનામાં આરોપીની બેદરકારીને ધ્યાનમાં રાખીને અગાઉ અમદાવાદ ઘી-કાંટા મેટ્રો અને સેસન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવતા જામીન મેળવવા 16મી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. બાઈક સવાર બંધુઓના મોત બાદ તેમના પિતા દ્વારા એમ-ટ્રાફિક પોલીસ BRTS ડ્રાઈવર વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મૃતક નયન ICICI બેંકની તલાળા શાખામાં ફરજ બજવતો હતો અને ટ્રેનિંગ મેળવવા માટે અમદાવાદ અવ્યો હતો. જ્યારે તેનો નાનો ભાઈ જયેશ રામ સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતો હતો. જયેશ 21મી નવેમ્બરના રોજ મોટાભાઈ નયનને મૂકવા ઓફિસ જઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ દોડી રહેલી BRTS બસે બાઈકને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંને મૃતકના પિતા હિરાભાઈ રામ ગીર સોમનાથ જીલ્લા કોગ્રેંસના મહામંત્રી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, બાઈક ચલાવનાર જયેશ રામે હેલ્મેટ પહેર્યું હોવા છતાં અકસ્માતમાં તેનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ બંને ભાઈઓના મૃતદેહ એકાદ કલાક સુધી સ્થળ પર જ પડી રહ્યાં હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં ખુબ જ વિલંબ કર્યો હતો જ્યારે મૃતકોના ફોન લોક હોવાથી પરીવારજનોને જાણ કરવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.