ETV Bharat / state

Organ Donation in Ahmedabad : દર્દીએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી - અંગ દાનનું મહત્વ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30મું અંગદાન(Ahmedabad Civil Hospital) થયું છે. બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની(Organ Donation in Ahmedabad) અંતિમ ઇચ્છા દર્શાવી હતી. જે અંગદાન દેવશક્તિને ઉજાગર કરે છે.

Organ Donation in Ahmedabad : દર્દીએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી

author img

By

Published : Jan 10, 2022, 9:35 AM IST

અમદાવાદઃ ચાર વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઇ રહેલા લુણાવાડાના ગીરીશચંદ્ર નિયમિતપણે ડાયાલિસીસની સારવાર હેઠળ હતા. 12મી નવેમ્બરના રોજ તેમને બ્રેઇન હેમરેજ થતા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. 15મી નવેમ્બરના રોજ તેમની સર્જરી કરવામાં આવી હતી. જેથી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો હતો. ત્યારબાદ 19મી નવેમ્બરમાં રોજ ગીરીશચંદ્રને ભાન આવતા તેમણે પોતાના દિકરો મેહુલ પાસે એક કાગળ અને પેન માંગી ચબરખીમાં લખ્યું “અંગદાન કરશો..મારા શરીરમાં કિડની સિવાય હાથ -પગ સહિતના તમામ અંગો સારા છે..બધા અંગો સાજા અને પાવરફુલ છે...અને નીચે સહી કરી”

ચબરખી..!
ચબરખી..!

અંતિમ ઇચ્છામાં અંગદાનનું સત્કાર્ય કરવા કહ્યું

ગીરીશચંદ્ર એવું કહેવા માંગતા હતા કે, "જો હું બ્રેઇનડેડ થઇ જાવ તો મારા શરીરના અંગોનું દાન(Organ Donation in Ahmedabad) કરશો". છેલ્લા 4 વર્ષથી કિડનીની અતિગંભીર સમસ્યાના કારણે તેઓ ઘણી તકલીફમાંથી પસાર થયા હતા અને એટલે જ તેમને અંગદાન કેટલું મહત્વનું(Importance of Organ Donation) છે તે ખબર હતી. જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા ગિરિશચંદ્રએ જીવનની અંતિમક્ષણોમાં પોતાની અંતિમ ઇચ્છામાં અંગદાનનું સત્કાર્ય કરવા કહ્યું હતું.

સિવિલમાં કરવામાં આવ્યું અંગદાન

સિવિલ હોસ્પિલમાં(Ahmedabad Civil Hospital) 1લી ડિસેમ્બરના રોજ સારવાર અર્થે ગીરીશચંદ્રને દાખલ કરવામાં આવ્યા હતા. 47 દિવસની સારવારના અંતે તેઓને 7મી જાન્યુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ(Braindead Patient Gujarat) થતા ગિરિશચંદ્ર જોષીના પુત્ર મેહુલ જોષી કે જેઓ ભારતીય નૌ સેનામાં સેવારત છે.

લીવરની કરવામાં આવ્યું દાન

સિવિલ હોસ્પિટલની SOTTOની(State Organ Tissue And Transplant Organisation) ટીમ દ્વારા અંગદાન માટે ગીરીશચંદ્ર જોષીના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી તેમના શરીરની પરિસ્થિતી જોતા લીવરનું દાન મળવુ શક્ય હતુ. જેથી ટીમ દ્વારા તેમના બ્રેઇનડેડ શરીરમાંથી લીવરને રીટ્રાઇવ કરીને કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Organ Donation in Vadodara: 37 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા પરિવાર દ્વારા કરાયું અંગ દાન

અંગદાન એ દેવદાન

અંગદાન સફળ થયા બાદ સ્વ. ગિરિશચંદ્રના પુત્ર મેહુલભાઈએ જણાવ્યું કે, પિતાના સંસ્કાર અને સિંચનની પ્રતિતી છું, ભારતીય ઇતિહાસમાં ઋષિ દધિચીએ મનુષ્ય અવતારમાં દેવોના રક્ષણાર્થે પોતાના અંગોનું દાન કર્યું હતું. મનુષ્ય જ્યારે જીવનની અંતિમ ક્ષણોમાં હોય છે ત્યારે તે સત્યની સમીપે જતો હોય છે. મૃત્યુએ જીવનનું ખરુ સત્ય છે જેને લોકોએ સ્વીકારવું જોઇએ. સત્યને પામનરા વ્યક્તિ દેવ બની જાય છે. આ પરિસ્થિતિમાં વ્યકિત દ્વારા મળેલા દાનને દેવદાન ગણવામાં આવે છે. અંગદાન એ દેવદાન છે. દેવદાન મંત્ર શક્તિથી ઉજાગર થતુ હોય છે. ત્યારે અંગદાન પોતે જ દેવશક્તિને ઉજાગર(Awareness of Organ Donation)કરે છે. મારા પિતાના અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં બદલાવ આવ્યો તેનાથી મોટા ગર્વ લાગણી અમારા સમગ્ર પરિવારજનો માટે અન્ય કોઇ ન હોઇ શકે.

30માં અંગદાનમાં બની આ અનોખી ઘટના

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના 30માં અંગદાનની(Organ Donation of Ahmedabad Civil Hospital) આ ઘટના એક અનોખી ઘટના હતી. જ્યારે હોસ્પિટલના તબીબો રાઉન્ડ ધ ક્લોક મહેનત કરીને લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે કામગીરી કરી રહ્યા છે. ત્યારે ગિરિશચંદ્ર જોષીના કરેલા અંગદાનના સત્કાર્યની સુવાસ સમાજના દરેક વર્ગ, સમગ્ર રાજ્યમાં સેવાકાર્યનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ અંકિત કરશે.

આ પણ વાંચોઃ Organ donation in Gujarat:કોરોના કાળ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 25 અંગદાનમાં મળેલા 86 અંગો દ્વારા 72 લોકોનું જીવન સુધર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.