ETV Bharat / state

ઓરેવા કંપનીએ તંત્રને ચોપડ્યો ચૂનો, પૂલ ટેમ્પરરી ચાલુ કરવાનું કહી પર્મનેન્ટ ચાલુ રાખ્યો

મોરબી પૂલ દુર્ઘટના બાદ (Morbi Bridge Collapse) હવે ઓરેવા કંપનીનો એક પત્ર હાથ લાગ્યો છે. આ પત્ર ઝૂલતો પૂલ ટેમ્પરરી રિપેરિંગ કરી ચાલુ કરવા બાબતનો છે. કંપનીએ વર્ષ 2020માં એક પત્ર (Oreva Company Letter) લખીને પૂલ અંગે જિલ્લા કલેક્ટરને (Morbi District Collector) જાણ કરી હતી. આ પત્રમાં અન્ય કઈ ચોંકાવનારી માહિતી છે આવો જાણીએ.

ઓરેવા કંપનીએ તંત્રને ચોપડ્યો ચૂનો, પૂલ ટેમ્પરરી ચાલુ કરવાનું કહી પર્મનેન્ટ ચાલુ રાખ્યો
ઓરેવા કંપનીએ તંત્રને ચોપડ્યો ચૂનો, પૂલ ટેમ્પરરી ચાલુ કરવાનું કહી પર્મનેન્ટ ચાલુ રાખ્યો
author img

By

Published : Nov 2, 2022, 8:54 AM IST

Updated : Nov 2, 2022, 10:40 AM IST

અમદાવાદ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાના (Morbi Bridge Collapse) કારણે 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તેવામાં હવે આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપની વિવાદમાં ફસાઈ છે. ચારે તરફથી કંપની પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માગ ઊઠી રહી છે. તેવામાં હવે આ ઝૂલતો પૂલ ટેમ્પરરી રિપેરીગ (Morbi Bridge temporary repairing) કરી ચાલુ કરવાનો ઓરેવા કંપનીનો એક પત્ર (Oreva Company Letter) હાથ લાગ્યો છે.

ઓરેવા કંપનીનો પત્ર
ઓરેવા કંપનીનો પત્ર

રિપેરિંગમાં ગડબડ ઓરેવા કંપની (Oreva Company Letter) દ્વારા 20 ઓગસ્ટ 2020માં એક પત્ર (Oreva Company Letter) લખીને જિલ્લા કલેક્ટરને જાણ (Morbi District Collector) કરવામાં આવી હતી કે, તેઓ બ્રિજને ટેમ્પરરી રિપેરીંગ કરી ખૂલ્લો મુકવા જાય છે. સાથે જ એગ્રિમેન્ટ નહીં થાય ત્યાં સુધી પરમનેન્ટ રિપેરીગ માટેનું મટિરિયલ/કોન્ટ્રાક્ટસ/સામાન વગેરેનું ઓર્ડરિંગ કરશે નહીં. તેમ જ એગ્રિમેન્ટમાં વાર લાગશે એટલે તેઓ ટેમ્પરરી રિપેરીંગ (Morbi Bridge temporary repairing) કરી પુલ ચાલુ કરવા જાય છે. એગ્રિમેન્ટ થઈ જાય ત્યારબાદ જ પૂલનું પરમેનેન્ટ રિપેરીંગ કરવામાં આવશે.

ઓરેવા કંપનીનો પત્ર
ઓરેવા કંપનીનો પત્ર

એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપને જણાવી દઈએ કે, મોરબીમાં 30 ઓક્ટોબર 2022ની ઢળતી સાંજે ઝૂલતા પુલ પરની દુર્ઘટના (Hanging bridge accident) એ કેટલાય પરિવારમાં હાહાકાર મચાવી દીધો છે. આ બ્રિજની રિનોવેશન કામગીરી મામલે મોટો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટના મામલે પુલનું મેઈન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરતી એજન્સી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તુરંત પગલા લીધા હતા. ઓરેવા કંપનીના મેનેજર સહિતના 9 આરોપીને ઝડપી લીધા હતા. તો 5 આરોપીને જેલ હવાલે અને 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર (Remand of four accused in Morbi) કરવામાં આવ્યા હતા.

Last Updated : Nov 2, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.