- ઓનલાઈન પરીક્ષામાં 90 મિનિટ ફાળવવા વિદ્યાર્થીઓની માગ
- 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ આપવા અઘરા : વિદ્યાર્થીઓ
- એક મિનિટ પછી પ્રશ્ન જાતે જ સ્ક્રિન પરથી ગાયબ થઈ જશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ આપવાનો વિકલ્પ આપ્યો છે, જેમાં પ્રત્યેક પ્રશ્નદીઠ માત્ર એક જ મિનિટ ફાળવવામાં આવશે. આવું ફરજિયાત કરાતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. જો વિદ્યાર્થી એક મિનિટમાં જે તે પ્રશ્નોનો જવાબ ન આપે તો તે પ્રશ્ન સ્ક્રીન પરથી જાતે જ ગાયબ થઈ જશે. આ સિવાય 50 પશ્ન માટે 50 મિનિટ પૂરતી ન હોવાનો સ્પષ્ટ મત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કર્યો છે અને 90 મિનિટનો સમય ફાળવવા માગ કરી છે.
ઓનલાઈન પરીક્ષામાં 100 ટકા કોર્ષ રખાતા વિદ્યાર્થીઓ નારાજ
થોડા સમય અગાઉ લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં કોર્ષ માત્ર 50 ટકા રાખવામાં આવ્યો હતો. જ્યારે ઓનલાઇન પરીક્ષામાં 100 ટકા કોર્ષ રાખવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી છે.