ટિકિટમાં ચાલતા ગોટાળા અને દારૂ જુગારને બંધ કરવાને લઈ અમદાવાદ રેલવે અમદૂપુરા ખાતે આવેલ D.R.M. ઓફિસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્મા અને કોંગ્રેસના કાર્યકરોએ રેલવે ડીઆરએમ દિપક ઝાને આવેદનપત્ર આપ્યું હતું.
કોંગ્રેસે રેલવે પ્રશાસન મુરદાબાદ, રેલવે મેં કાળાબજારી નહિ ચલેગીનાં નારા લગાવ્યા હતા. 10 દિવસમાં આ ગેરરીતિઓ બંધ નહિ કરવામાં આવે તો કાલુપુર રેલવે સ્ટેશન પર ધરણાં કરવાની પણ ચીમકી કોંગ્રેસના નેતાએ ઉચ્ચારી હતી. કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં આ વિરોધમાં ઉપસ્થિત રહ્યા હતા.