અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહામારીમાં પરીક્ષાઓ રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા પણ કરવામાં આવ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલન વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા યોજાઈ રહી છે.

જેથી કોરોના વાઇરસની તકેદારી રાખીને હાલ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે હવે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સૂચવે છે કે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા કરવામાં આવતો વિરોધ પ્રદર્શન માત્ર પોતાની નામના વધારવા માટે કરવામાં આવી રહ્યો હતો.

વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે શિક્ષણ વિભાગ કટિબદ્ધ હતું અને તે તમામ તકેદારીઓને ધ્યાનમાં રાખી પરીક્ષાનું આયોજન કર્યું હતું.
