અમદાવાદ : બી.એસ.એફ કેમ્પસ, ગાંધીનગર તથા રાજ્યભરની અન્ય સંસ્થાઓ જેવી કે CRAS (અમદાવાદ), IIM, IT તથા સંરક્ષણની અને હોસ્પિટલોમાં જે સંસ્થા ઇચ્છુક હોય ત્યાં આયુર્વેદ સેવા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. બી.એસ.એફ. દ્વારા દેશની સુરક્ષા પુરી પાડવી તથા દેશભરમાં જ્યાં જરૂર પડે ત્યાં સુરક્ષા, કુદરતી આફત ,તેમજ સમાજ સેવાના કાર્યોમાં શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે.ત્યારે આ જવાનો માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં BSFના જવાનો માટે ઓપીડી આયુર્વેદ સેવા શરૂ કરાઈ - BSF personnel will get OPD level facilities free of cost
ગુજરાતમાં પ્રવર્તી રહેલા કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બી.એસ.એફ.ના જવાનોને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે.એમ આયુષ નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં BSFના જવાનો માટે ઓપીડી આયુર્વેદ સેવા શરૂ કરાઈ