એક જ પરિવારના 4 સભ્યોની થયેલી સામુહિક હત્યા મામલે પોલોસે તપાસ શરૂ કરી હતી.ઘરના મોભી કરશનભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે લોકોના આક્ષેપ મુજબ પોલીસે પૈસાની લેતી-દેતીના મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘરમાં જ હત્યા બાદ કેટલાક નામ લખ્યા હતા. તે મામલે તપાસ કરતા કરશનભાઈ પર શંકા કરી હતી.
સમગ્ર મામલે કરશનભાઈના નિવેદનના આધારે જ આગળની તપાસ થાય તેવી શકયતા હતી. પરંતુ સિવિલમાં 3 દિવસની સારવાર બાદ કરશનભાઈનું મોત થયું હતું. જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ યોગ્ય તપાસની માંગણી કરી હતી.પરંતુ કરશનભાઈના મોત બાદ આ મામલો રહસ્ય છે.