પીડીતાએ ફરિયાદમાં અંકિત, ચિરાગ, રાજ અને હાર્દિક એમ 4 લોકોના નામ આપ્યા હતા. જેમાંથી અંકિત, ચિરાગ અને હાર્દિકની ઓળખ પોલીસે કરી દીધી હતી, પરંતુ રાજ નામના યુવકની ઓળખ થઈ ન હતી. જેને લઇને પોલીસે અલગ-અલગ રાજ નામના અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસે શકમંદ યુવક રાજની પણ અટકાયત કરી હતી અને તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ એ જ રાજ છે કે જે યુવતી સાથે થયેલ દુષ્કર્મનો આરોપી છે.
પોલીસે રાજ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. રાજની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે, તેણે યુવતી સાથે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બંને એક બીજાના નંબર લીધા હતા. રાજે પણ યુવતીને સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પોતાના રાણીપ ખાતેના નિવાસ સ્થાને લઇ જઇને જુલાઈ-2018માં યુવતી સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચર્યું હતું.
રાજ ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે. તે સિવાય અન્ય 2 આરોપીની જેમ રાજનું પણ DNA ટેસ્ટ કરવામાં આવશે અને તે મૃત બાળક સાથે મેચ કરવામાં આવશે. આ કેસમાં હવે હાર્દિક નામનો એક આરોપી ફરાર છે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની ટીમ પણ કાર્યરત કરી છે જેને લઇને હાર્દિકની ધરપકડ પણ પોલીસ વહેલી તકે કરી લેશે.