• દર વર્ષે બહુચરમાને નવલખો હાર અર્પણ કરવામાં આવે છે
• દશેરાના દિવસે બહુચરમાની શોભાયાત્રા નીકળે છે
• આ નવલખાહાર અર્પણ કરી તેમજ સાચા મોતી પણ માતાજીને ચઢાવવામાં આવે છે.
વિરમગામઃ વિશ્વ પ્રસિદ્ધ બહુચરાજી મંદિર એક શક્તિપીઠ પણ ગણાય છે અને દશેરાના દિવસે પરંપરા મુજબ માતાજીની શોભાયાત્રા નીકળે છે. વર્ષોથી માતાજીને આ દિવસે નવલખો હાર પહેરાવવાની પરંપરા ચાલી આવી છે. નવરાત્રીનું પાવન પર્વનો દેશભરમાં ઉલ્લાસભેર ઉજવાયો તેમજ આજે નોમ અને દશેરાની પણ ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રવિવારના રોજ જગવિખ્યાત બહુચરાજી માતાજીની દશેરાના પાવન દિવસે શોભાયાત્રા નીકળી હતી. દર વર્ષે માતાજીને આ નવલખો હાર અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે નોમ અને વિજયાદશમી પર્વ ઉપર બહુચરાજી માતાજીને નવલખો હાર અર્પણ કરી માતાજીની શોભાયાત્રા યોજવામાં આવે હતી. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.