અમદાવાદઃ અમદાવાદમાં માણેકચોક (Old house Collapse Wall city Ahmedabad) પાસે ઝૂંપડીની પોળમાં જૂનુવાણી મકાન ધરાશાઈ (Old house Collapse) થતા એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. જેને સારવાર હેતું હોસ્પિટલ ખસેડવામાં (Ahmedabad hospital) આવ્યા છે. કોર્પોરેશન પાસે થોડા સમય પહેલા આ મકાનને લઈને રીપેરિંગ માટેની મંજૂરી માંગી હતી. પણ કોર્પોરેશને કોઈ પ્રકારની મંજૂરી આપી ન હતી.
હેરિટેજમાં આવે છે મકાનઃ હેરિટેજમાં મકાન આવતું હોવાને કારણે કોર્પોરેશને કોઈ પણ બાબતની મંજૂરી આપી ન હતી. ત્યારે બાદ શનિવારે ઝૂંપડીની પોળમાં મકાન ધરાશાઈ થયું હતું. જે બે માળનું હતું. અચાનક તે ધરાશાઈ થઈ જતા આસપાસમાં દોડધામ મચી ગઈ હતી. એ પછી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી મકાનના કાટમાળમાં દબાયેલા તમામ લોકોને ભારે જહેમત બાદ સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.
ઉચ્ચ અધિકારીઓ દોડ્યાઃ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને થતાંની સાથે જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટમાં દબાયેલા ખેમચંદનાગર, વિજયભાઈ અને અજયભાઈ નાગર એમ ત્રણ વ્યક્તિઓને રેસક્યુ કરીને હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા છે.