અમદાવાદઃ શહેરની SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ગુરુવારની રાતથી ફરી નર્સિંગ સ્ટાફ ધરણા પર બેસી ગયો છે. કોરોના બેડ કેપેસિટી પૂર્ણ થવા છતાં દર્દીઓને રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્ટાફે કહ્યું કે, કેપેસિટી પૂર્ણ થવા છતાં નવા દર્દીઓને દાખલ કરાય છે. તેમજ તંત્ર વધુ દર્દીઓ પાસે કામ કરવા ફરજ પાડે છે. જમવાનું પણ સારી ગુણવત્તાવાળુ ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.