ડિજિટલ ટ્રાન્ઝક્શન વધે તે માટે નાણાપ્રધાને રૂપિયા 1 કરોડની રોકડ રકમનો ઉપાડ થાય તો 2 $ TDS ભરવો પડશે. જે પગલુ આવકારદાયક છે. બીજી તરફ 400 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ પર 25 $ કોર્પોરેટ ટેક્સ કર્યો છે. જે પણ સારી બાબત છે. ઉદ્યોગોને વેગ આપીને રોજગારી વધારવાની દરખાસ્ત છે.
એફોર્ડેબલ હાઉસીંગ ખરીદનારને ફાયદો કરાવવામાં આવ્યો છે. આવકવેરા રીટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડ ન હોય તો આધાર કાર્ડથી ફાઈલ થઈ શકશે. જે બાબત આવકારદાયક છે. બેંકોની NPA ઘટીને આવી છે. જે વાત ઈકોનોમી માટે આનંદના સમાચાર છે.