અમદાવાદ: કેંદ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પોતાના સરકારી કર્મચારી 60 વર્ષ સુધી ફરજ બજાવે ત્યારે નિવૃત્તિ બાદ પણ તેમની સુરક્ષાના ભાગે રૂપે પેન્શન યોજના આપવામાં આવતું હોય છે. કેન્દ્રની સરકાર દ્વારા આ જૂની પેન્શન યોજના બંધ કરી દેતા સરકારી કર્મચારી જ સરકારની સામે જોવા મળતા હોય છે. 2023 વિધાનસભાની ચુંટણી પહેલા પણ અલગ અલગ સંગઠન દ્વારા સરકાર સામે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. હવે આવનાર દિવસમાં પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ફરી એકવાર આ માંગ ઉઠે તેવી શક્યતા જોવા મળી રહી છે.
'આપ' કર્મચારીઓના સમર્થનમાં: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ થવી જોઇએ. વિધાનસભા ચૂંટણી પણ અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. જેટલા પણ સંગઠન આ જૂની પેન્શન યોજના માટે માંગ કરી રહ્યા છે. તે સંગઠન છે તેમને સમર્થન કરીએ છીએ.અને આટલી ખાતરી આપીએ છીએ જ્યારે પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપશે.
'જૂની પેન્શન યોજના સ્કીમએ સામાજિક સુરક્ષાનો ભાગ છે. જેમાં સરકારનો કોઇપણ ભાગમાં જોડાય અને 60 વર્ષ બાદ તેમના પરિવારની સુરક્ષાના ભાગરૂપે તેમની લાભ મળતો હોય છે. આ પેન્શન યોજના કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમય શરુઆત કરી હતી. પરંતુ ભારતીય પાર્ટીની સરકારે આ યોજના રદ કરી લાખો પરિવારને અસુરક્ષિત કર્યાં છે. કોંગ્રેસનું વચન છે કે જયારે પણ ગુજરાત કોંગ્રેસની સરકાર બનશે તે સમયે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. હાલમાં રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકારે આ જૂની પેન્શન યોજના સ્કીમ લાગુ કરી છે.' -ડો. મનિષ દોષી, કૉંગ્રેસના પ્રવક્તા
જૂની યોજના લાગુ કરવાની માંગ કેમ?: જૂની પેન્શન યોજના અંતર્ગત કર્મચારીને સ્કીમમાં પેન્શન માટે પગારમાંથી કોઈ પણ પ્રકારના રૂપિયા કપાતા ન હતા. જ્યારે નવી પેન્શન સ્કીમમાં કર્મચારીની બેઝિક પગાર તેમજ DA માથી 10 ટકા કપાઈ રહ્યા છે. NPS નવી સ્કીમમાં શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે. રિટાયરમેન્ટ પછી પેન્શનની કોઈ ગેરંટી જોવા મળતી નથી. જ્યારે જૂની સ્કીમમાં નિવૃત્તિના પેન્શન કર્મચારી પર પગાર પર આધારિત છે. નવી સ્કીમમાં એક્ઝિટ સમયે ઉપાડની 60 ટકા રકમને કર મુક્તિ આપવામાં આવે છે. જ્યારે જૂની પેન્શન યોજના અંતર્ગત કોઈ કર્મચારીનું અવસાન થાય તો તેના પરિવારજનની પણ પેન્શન મળતુ હતુ. જ્યારે નવી યોજના અંતર્ગત પરિવારને કોઈ પણ પ્રકારનું પેન્શન મળતું નથી.