અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે દિવસભર સૌરાષ્ટ્ર કચ્છમાં ગાઢ ધૂમમ્સ રહેશે તેમજ ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ પણ વરસી શકે તેવી શક્યતાઓ જણાય છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સહિત અનેક નગરોમાં ધૂમમ્સ ભર્યું વાતાવરણ બની રહશે. કચ્છમાં પણ વહેલી સવારથી જ ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં માવઠાની શક્યતા
રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ફરી નીચે ઉતર્યો હતો. રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 15.9 ડિગ્રી પર તાપમાન અટકયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 11 ડિગ્રીથી 19 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર ખાતે સૌથી ઓછું લઘુતમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ હવામાન વિભાગ(Meteorological Department in Gujarat) દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે ગઈ કાલે કચ્છના માંડવી, અંજાર, મુન્દ્રા, ભુજ તેમજ રાપર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદના(Non Seasonal Rainfall in Gujarat) ઝાપટાં વરસ્યા હતા.
દ્વારકા, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ
દ્વારકા શહેરમાં પણ આજે વહેલી સવારે વરસાદે રસ્તાઓ ભીંજવી નાખ્યા હતાં. હળવા પવન સાથે વરસાદ આવતા જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. તેમજ ધરતીએ ધુમ્મસની ચાદર ઓઢી હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ જૂનાગઢમાં પણ આજે વહેલી સવારથી ધુમ્મસ અને વરસાદી વાદળો સાથેનું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાની વાત કરીએ તો વઢવાણ, જોરાવરનગર, થાનગઢ, લખતર સહિત સમગ્ર જીલ્લામાં અચાનક ઠંડા પવન અને સુસલાટા સાથે કમોસમી વરસાદ(Unseasonal Rains In Gujarat) પડતા લોકો ઠુઠવાયા હતા.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
મહાનગરો | લઘુતમ તાપમાન |
અમદાવાદ | 18.0 |
ગાંધીનગર | 11.0 |
રાજકોટ | 17.2 |
સુરત | 19.2 |
ભાવનગર | 18.6 |
જૂનાગઢ | 15.0 |
બરોડા | 15.4 |
નલિયા | 15.9 |
ભુજ | 16.2 |
કંડલા | 17.6 |
રાજ્યમાં ખેડુતોની ચિંતામાં વધારો
રાજ્ય આજે વહેલી સવારથી જ ધુમ્મસ વરસાદી વાદળો સાથેનું વાતાવરણ સર્જાયું હતું. કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદના ઝાપટા પણ પડી ચૂક્યા છે. ત્યારે ખેડુતોની હાલત વાતાવરણને જોઈને વેદનાઓ વધી જાય છે. શિયાળો પાક જીરુ, વળીયારી સહિતને મોટાપાયે નુકસાનની ભીતિ લાગી રહી છે.
આ પણ વાંચોઃ Unseasonal Rains In Gujarat: કમોસમી વરસાદની આગાહી, પાટણમાં ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ