ETV Bharat / state

Ahmedabad crime news: કિન્નરને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે ગુજાર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ - લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદમાં એક કિન્નરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે દુષ્કર્મ થયું હોય તેવી ફરિયાદ નોંધાવી છે. ઇમરાન નામનો યુવક કિન્નરને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આ મામલો અંતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

non-religious-youth-committed-rape-by-luring-kinnar-into-a-love-trap-and-marriage-fir-registered

author img

By

Published : Apr 18, 2023, 3:07 PM IST

અમદાવાદ: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક હિન્દુ કિન્નરે વિધર્મી મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરિણીત યુવકે કિન્નર સાથે મિત્રતા કરીને લગ્નનો વાયદો કરી શરીર સંબંધ બાંધ્યો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ કિન્નર સાથે લગ્ન ન કરી તેને ધમકીઓ આપવામાં આવતા અંતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

કિન્નરને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતી 33 વર્ષીય સપના (નામ બદલેલ છે) એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફતેવાડી વિસ્તારમાં તે પોતાના મિત્ર ઈમરાન મન્સૂરી સાથે રહેતા હોય અને ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી કિન્નરે 15 વર્ષ પહેલા ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી ભિક્ષાવૃત્તિ શરૂ કરી હતી. બે વર્ષ પહેલા તે વટવા ખાતે કામથી અવારનવાર અવાર-જવર કરવા જતા હોય તે સમયે રખિયાલમાં રહેતો ઇમરાન મનસુરી સાથે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી જે બાદ બંને અવારનવાર મળતા હતા.

વિધર્મી યુવકે ગુજાર્યું દુષ્કર્મ: ત્રણ મહિના પહેલા ઇમરાન મન્સૂરીએ સપના સાથે લગ્ન કરવાનું કહી સાથે રહેવાનું કહેતા સપનાએ ઈમરાનને તેના લગ્ન થઈ ગયા હોય અને બાળકો હોય નેથી પોતાની સાથે રહેવાની ના પાડી હતી. છતાં પણ ઇમરાન મન્સૂરીએ જીદ કરી લગ્ન કરવાની વાત કરી સાથે રાખવાનો દિલાસો આપતા અંતે સપના માની ગઈ હતી અને છેલ્લા ત્રણ મહિનાથી ફતેવાડીમાં બંને સાથે રહેતા હતા.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: ગત 25 જાન્યુઆરી 2022 ના રોજ રાત્રિના દસ વાગે સપના તેના ઘરે હાજર હતી, તે દરમિયાન ઇમરાન મનસુરી તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે વર્તન કરી શારીરિક માંગણી કરી હતી. જેથી સપનાએ લગ્ન બાદ શારીરિક સંબંધ રાખવા માટેનું કહેતા ઈમરાને લગ્ન કરવાની લાલચ આપીને જીદ કરી સપનાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ ઇમરાન ત્યાંથી જતો રહ્યો હતો.

લગ્નની ના પાડતા થયો ઝગડો: બીજા દિવસે 26 જાન્યુઆરી 2022 ના રોજ સપનાએ ઇમરાનને લગ્ન કરવા માટે ઇમરાનના નોકરીના સ્થળે રાહ જોતી હતી. બપોરના સમયે ઇમરાન ત્યાં પહોંચતા સપનાએ લગ્ન કરવાની વાત કરતા ઇમરાને ગલ્લા તલ્લા કરી બરાબર જવાબ ન આપતા સપનાએ પોલીસ કેસ કરવાનું કહેતા ઈમરાન ઉશ્કેરાયો હતો. ત્યારબાદ ઇમરાને બોલાચાલી કરીને મારઝૂડ કરી હતી. જેથી આસપાસના લોકો એકઠા થઈ જતા સપનાને છોડાવી હતી અને સપના તેના ઘરે જતી રહી હતી. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી રાજવીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.'

આ પણ વાંચો Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા

આરોપીની ધરપકડ માટેની તજવીજ શરૂ: જે બાદ અવારનવાર સપનાએ ઇમરાનને લગ્ન કરવાનું કહેતા ઈમરાને ગલ્લા તલ્લા કરીને તું મારી વિરુદ્ધમાં કોઈ પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. ઇમરાનની માસીનો દીકરો મોહમ્મદ ઇમરાન ઉર્ફે મુન્નાભાઈ પણ સપનાને અવારનવાર રૂબરૂમાં તેમજ ફોન કરીને તું મારા ભાઈને હેરાન કરીશ તો તને ઉપાડી લઈશ અને તારી લાશ પણ નહીં મળે તેવું કહીને બીભત્સ ગાળો આપતો હતો. જેથી અંતે આ સમગ્ર મામલે સપનાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઇમરાન મનસુરી અને મહમદ ઇમરાન ઉર્ફે મુન્ના શેખ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : જમીન વેચવાનું કહીને 80 લાખ લઈને ઠગાઈ આચરી, કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.