ETV Bharat / state

નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અમદાવાદની મુલાકાતે, SVP ઈન્ડિયાની 5 મી વર્ષગાંઠ ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ

નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અમદાવાદ ખાતે SVP ઈન્ડિયાના એક કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SVP ઈન્ડિયાની 5 મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમમાં દેશભરના સેવાકાર્યો સાથે જોડાયેલા સ્વયંસેવકો હાજર રહ્યા હતા. SVP ઈન્ડિયા ગુજરાતમાં સહયોગી પરોપકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા છે.

નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી
નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 2:05 PM IST

અમદાવાદ : નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અમદાવાદની મુલાકાતે છે. તેઓ ગુજરાતમાં સહયોગી પરોપકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઈન્ડિયાની (SVP ઈન્ડિયા) 5 મી વર્ષગાંઠની ઉજવણીમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૈલાસ સત્યાર્થીએ ઉપસ્થિત મહેમાનોને સંબોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી 200 થી વધુ પ્રતિબદ્ધ અને પરોપકાર સાથે સંકળાયેલા લોકો એકજૂટ થયા હતા. મહેમાનોને કૈલાશ સત્યાર્થીની અદ્ભુત યાત્રામાંથી પ્રેરણા મેળવવાની અનોખી તક મળી હતી.

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી : નાણાકીય લાભ માટે બાળકો પર થતા ગંભીર શોષણ પર ધ્યાન કેન્દ્રિત કરી સેવા કાર્ય કરવા બદલ 2014 માં કૈલાશ સત્યાર્થીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં સહયોગી પરોપકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઈન્ડિયાના એક કાર્યક્રમમાં કૈલાશ સત્યાર્થી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ ઉપસ્થિત લોકોને પોતાના વક્તવ્યથી પ્રેરિત પણ કર્યા હતા.

SVP ઈન્ડિયાની 5 મી વર્ષગાંઠ : SVP ઈન્ડિયા અમદાવાદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી સફળતાની ઉજવણીમાં કૈલાશ સત્યાર્થી જોડાયા તે બદલ અમે આભારી છીએ. તેમની સમાજ માટે સેવા કરવાની પ્રતિબદ્ધતા SVP ઈન્ડિયાના મિશન અને મૂલ્યો સાથે સંપૂર્ણપણે એકરૂપ છે. આ વિશેષ સાંજ પરોપકારની ઇકોસિસ્ટમ માટે NGO ને સહકાર આપવા, સમુદાય-નિર્માણ અને પ્રભાવશાળી સહયોગની વાર્તાઓનો અનુભવ કરવાની મંજૂરી આપી છે. આ કાર્યક્રમમાં પરોપકાર સંબંધિત મંતવ્ય અને વ્યૂહાત્મક દાન તેમજ NGO સાથે અસરકારક જોડાણ કરી સુખી સમાજ સ્થાપિત કરવાના પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા.

સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઈન્ડિયા : SVP ઈન્ડિયા 550 થી વધુ પરોપકારી, સાહસિકો, એક્ઝિક્યુટિવ, વિદ્વાનો અને ગૃહિણીઓ સાથે મળીને સ્થાપિત પરોપકારી સંસ્થા છે. જે ભારતના આઠ શહેરમાં ફેલાયેલી છે. તે NGO સાથે જોડાણ કરવા માટે એક માળખાગત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સંસ્થાના ભાગીદારો વધુ અસરકારક પરિણામો મેળવવા તેના સંસાધનોનો ઉપયોગ કરે છે. SVP ઈન્ડિયા નાના અને મધ્યમ કદના NGO ને ઓળખી પોતાના અનુભવ દ્વારા તેને નેટવર્કિંગ, સમયનો લાભ અને ક્ષમતા નિર્માણ કરવામાં મદદ કરે છે.

સેવાકાર્યની શૃંખલા : છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ અને સુરતના 43 SVP ભાગીદારોએ NGO ને માર્ગદર્શન આપવા માટે પાંચ હજાર કલાકથી વધુનો સ્વૈચ્છિક સમય આપ્યો છે. જેમાં ત્રણથી પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. દેશભરમાં આ સંસ્થાએ 120 એનજીઓ સાથે મળી કામ કર્યું છે. તેમજ રૂ. 7 કરોડની ફાસ્ટ પીચ સહિત કુલ 25 કરોડની ફાળવણી કરી છે. વધુમાં તેના ભાગીદારોએ પણ તેમના સમય અને કુશળતામાંથી 25 હજાર કલાકથી વધુ સમયનું યોગદાન આપ્યું છે.

  1. પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ & ગાઈડ્સની 17મી સ્ટેટ રેલીનો પ્રારંભ
  2. અમદાવાદમાં સૌપ્રથમવાર નવા વિષય સાથેના ફેશન શૉનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.