અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. તેવામાં અનેક ફરિયાદો પણ મળી રહી છે કે ટીમ દ્વારા ટેસ્ટિંગ નથી કરવામાં આવતાં. આ મામલે વિજય નહેરાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોરોનાની આશંકા હોય તો ટેસ્ટિંગની જરૂર નથી. કોઈ વ્યક્તિની ઓફિસ કે સોસાયટીમાં એક કેસ પોઝિટિવ આવ્યો હોય તો તેના સંપર્કમાં આવેલા લોકોને પહેલા ક્વોરન્ટાઈન થવું પડશે. અને ત્યાર બાદ 7 દિવસ પછી જો કોઈ લક્ષણ દેખાય તો તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે.
તાત્કાલિક કે સંપર્કમાં આવ્યાના એક કે બે દિવસમાં ટેસ્ટિંગ કરવાથી પોઝિટિવ રિપોર્ટ આવે તેવું શક્ય નથી. જેથી 7 દિવસ બાદ જ કોઈ લક્ષણ મળે તો ટેસ્ટિંગ કરવું પડે. આ સાથે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ખાનગી હોસ્પિટલ ધરાવતાં ડોક્ટરોને પણ અપીલ કરી છે કે કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલો ખોલવામાં આવે, આ હોસ્પિટલોને જોઈતી તમામ સહાય કરવામાં આવશે.
એક સાથે કેસમાં વધારો થાય તો લોકોને સારવાર ન મળી શકે. બીજા દેશમાં પણ એવું જ થયું છે કે જે ચેપગ્રસ્ત છે તે લોકોને સારવાર ન મળે હોસ્પિટલ ન મળે. જો એક્ટિવ કેસમાં વધારો ઓછો હશે તો સારવાર આપી શકાશે. હોસ્પિટલ ફૂલ થઈ જાય એવા અચાનકથી વધતાં કેસને સંભાળવા કોઈપણ દેશ સફળ થયાં નથી. 79 દર્દીઓ સાજા થયાં છે. એટલે અમદાવાદમાં 691 લોકો કોરોનાને માત આપી છે.
કોરોનાની આશંકા હોય તો ટેસ્ટિંગની જરૂર નથી: વિજય નહેરા
વિજય નહેરાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોરોનાની આશંકા હોય તો ટેસ્ટિંગની જરૂર નથી. કોઈ વ્યક્તિની ઓફિસ કે સોસાયટીમાં એક કેસ પોઝિટિવ આવ્યો હોય તો તેના સંપર્કમાં આવેલા લોકોને પહેલાં ક્વોરન્ટાઈન થવું પડશે. અને ત્યાર બાદ 7 દિવસ પછી જો કોઈ લક્ષણ દેખાય તો તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે.