અમદાવાદઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા વિવાદ હંમેશા વકર્યો જતો રહ્યો છે, તેવામાં પાકિસ્તાને હવે પોતાની હદ વટાવી રહ્યું છે. પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન નવો નક્શો જાહેર કર્યો હતો.
આ નક્શામાં લદાખ, જમ્મુ-કાશ્મીર, સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ અને માણાવદરને પોતાના ભાગનો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ભર્યું છે. જેમાં જ્યારે જમ્મુ કાશ્મીરથી ભારત સરકારના આર્ટિકલ 370 હટાવવા અને એક વર્ષ પૂર્ણ થવાનું છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવેલ નક્શામાં પાકિસ્તાનના રાજનીતિક માનવ ચિત્રએ વાતનું ઉદાહરણ છે કે, પાકિસ્તાન પીએમ જમીની હકીકતને લઇ બહુ નિરાશ છે. પાકિસ્તાન ક્યારેય ભારતની એકતા અને અખંડિતતાને નબળું કરવાના પોતાના દોસ્ત હેતુમાં સફળ નહીં થાય, જેને લઈ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પાકિસ્તાનની આ હરકતને નિંદાપાત્ર ગણાવી હતી.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ઈમરાન ખાનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પાકિસ્તાનના ટુકડે ટુકડે થવાના આરે છે. પાકિસ્તાન પર પ્રહાર કરતાં નીતિન પટેલે જૂનાગઢના નવાબને પણ આડકતરી રીતે બાણમાં લીધા હતા અને જણાવ્યું હતું કે નવાબ પોતાના પત્નીઓને પણ અહીં મૂકી પાકિસ્તાન ભાગી ગયો હતો. હૈદરાબાદના નિઝામ પણ સરદાર વલ્લભભાઈના શરણે આવ્યા હતા. તે તમામ હકીકત ઇતિહાસ જાણે જ છે સાથે જ પાકિસ્તાનની આવી અવળચંડાઈને પણ ઇતિહાસ ઓળખી ગયું છે.