પારસી સમાજ ઈરાન થી આવી સંજાણ બંદરે ઉતરી નવસારી,સુરત,ઉદવાડા અને મુંબઈ સહિત ગુજરાતમાં આવીને વસ્યા હતાં. દરેક શહેરમાં આ સમાજે પોતાનું યોગદાન આપ્યુ છે. તેમજ ભારતીય સંસ્કૃતિને અપનાવી છે. એટલે જ દુધમાં સાકર ભળે તેમ ભળી જવા માટેની કહેવત પારસી સમુદાય ઉપરથી પ્રચલિત બની છે.
આજે તેમના નવા વર્ષ પતેતીને રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. પારસીઓએ પોતાના ઘર અને આતશબેહરમનાં આગણમાં સાથીયા અને આસોપાલવનાં તોરણથી શણગાર કરી પારસી બાઈઓ-બેહાનોએ અગનીદેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને 1989મા પારસી વર્ષની શુભકામના પાઠવી નુતનવર્ષની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે .
પારસી સમાજ માને છે કે, પતેતીની ઉજવણીથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને તંદુરસ્તી આવે છે. આ તહેવારમાં ચાર F- ફ્રેગરેન્સ, ફુડ, ફાયર અને ફ્રેન્ડશિપનું ઘણુ મહત્વ છે. ભારત ઉપરાંત, પાકિસ્તાન, ઇરાન અને અમેરિકા જેવા દેશોમાં જ્યાં પારસીઓની વસે છે, ત્યાં પણ આ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે.