- દુબઈથી આવેલ પ્રવાસી કોરોના સંક્રમિત
- પ્રવાસી લંડનથી દુબઈ થઈને આવ્યો હતો અમદાવાદ
- પુણે લેબમાં જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકવામાં આવ્યું
અમદાવાદ:વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો નવો વેરીએન્ટ ઓમિક્રોન(New variant Omicron) જોવા મળતા ચિંતાનો વિષય સર્જાયો છે. ત્યારે દેશમાં ઓમિક્રોનના કેસોમાં(Case of India Omicron ) સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ગુજરાત સરકાર પણ બહારથી આવતા પ્રવાસીઓ પર સતત નજર ધ્યાન રાખી રહી છે. જો.કે ગતમોડી રાત્રે દુબઈની ફ્લાઈટમાં અમદાવાદ આવેલ આણંદનો પ્રવાસી કોરોના પોઝીટીવ(Anand's tourist corona positive) આવ્યો છે.જે પ્રવાસી લંડનથી દુબઈ ગયો હતો. ત્યારબાદ તે દુબઈથી અમદાવાદ આવેલ જ્યાં પ્રવાસીનો રિપો્ટ ચકાસણી કરતા પોઝીટીવ આવ્યો છે. જેને લઈ હવે તેના સેમ્પલને પૂણે લેબમાં જીનોમ સિક્વન્સ માટે મોકલાવામાં આવ્યા છે.
દુબઈથી આવેલી ફ્લાઈટમાં હતા 180 પ્રવાસીઓ
લંડનથી દુબઈ અને ત્યાંથી અમદાવાદ આવેલ આણંદનો પ્રવાસી કોરોના પોઝિટિવ (Anand's tourist corona positive)આવતા ચિંતા પ્રસરી ગઈ છે. ત્યારે આ ફ્લાઈટમાં આવેલા 180 જેટલા પ્રવાસીઓ રહેલા હતા. જેઓની પણ ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હેડ ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા LIVE
આ પણ વાંચોઃ Death From Corona In Gujarat: કોરોના મૃત્યુના આંકડા પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-AAPએ ભાજપને ઘેર્યું