ETV Bharat / state

New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

રાજ્યમાં અને ઘણી જગ્યાએ દિવસેને દિવસે રખડતા ઢોરના ત્રાસ વધી રહ્યો છે. હવે લોકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે નવા કાયદાનો (New law of Gujarat High Court)ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.

New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદો

author img

By

Published : Feb 24, 2022, 7:05 PM IST

અમદાવાદઃ રાજ્યમાં અને ઘણી જગ્યાએ દિવસેને દિવસે રખડતા(New law on stray cattle)ઢોરના ત્રાસ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અકસ્માત તો થતા રહેતા હોય છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ નારાજગી દર્શાવી છે. ત્યારે હવે લોકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે નવા કાયદાનો (New law of Gujarat High Court) ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જેનો અભ્યાસ અને સંશોધન કર્યા બાદ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ મામલે રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. હાલ આ ડ્રાફ્ટ વિધાનસભા કમિટી સમક્ષ છે.

રખડતા ઢોર અંગે નવા કાયદો

મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેમ કાયદા

આ મામલે જાણકારી આપતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારે શાહે કહ્યું કે, શહેરી વિસ્તારોની હદથી દૂર અલગ વસાહતો અને ઢોરવાડા બનાવવા અંગે પણ રાજ્ય સરકારની વિચારણા છે. આ કાયદામાં પશુઓના ગળામાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન(Radio Frequency Identification) ટેગ લગાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરો અને નગરોમાં અલગ-અલગ ઝોનને નો કેટલ ઝોન જાહેર કરી શકે છે. મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેમ કાયદા છે, તેના જેવો કાયદો ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે. જેમાં રસ્તે ચરતા પશુઓ- ઢોરને લગતી તમામ બાબતોનો સમાવેશ કરી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Pollution In Sabarmati : સાબરમતી નદીનાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ

બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જોખમકારક સાબિત

અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ નિવેદન હતું કે, રખડતાં ઢોરના ત્રાસને દૂર કરવા માત્ર ઝડપથી કાયદો લવાશે. આ મામલે ડ્રાફ્ટ એક્ટ તૈયાર થઈ ગયો હોવાની જાણ પણ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી. એડવોકેટ નિલય પટેલ દ્વારા પાર્ટી ઇનપર્સન તરીકે કરવામાં આવેલી અરજીમાં રખડતા ઢોરના કારણે ઉભી થતી સમસ્યાની સાથે-સાથે જાહેરમાં તેમને છોડી મૂકવામાં આવતા બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જોખમકારક સાબિત થાય છે. ન માત્ર તે પશુઓ પરંતુ તેના દૂધ થકી લોકો માટે પણ તે હાનિકારક સાબિત થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.

પશુઓ પ્લાસ્ટિક ખાય છે

પશુઓ બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે. 'ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ ધ એનિમલ એક્ટ', (The Prevention of Cruelty to the Animal Act )પ્રમાણે કેટલાંક પશુ માલિકો દ્વારા ગાયો માટે આહાર પાણી તથા રહેવાની વ્યવસ્થા પણ ન કરવામાં આવતી હોવાની રજૂઆત અરજદારે કરી છે. આ ઉપરાંત પશુ માલિકો ઘણીવાર તેને ચડવા માટે છૂટા મૂકી દે છે. જેના કારણે અકસ્માત થવાની સમસ્યા પણ અવારનવાર જોવા મળી રહી છે. જેના કારણે તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે.
આ પણ વાંચોઃ Stray Cattle In Ahmedabad: રખડતા ઢોર ત્રાસને દૂર કરવા ટૂંક સમયમાં કાયદો લાવશે ગુજરાત સરકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.