આસો માસની નવરાત્રીની મહા અષ્ટમી નિમિત્તે અમદાવાદના શિવાનંદના આશ્રમ ખાતે હવન બાદ નૈવેદ્ય ધરાવવામાં આવ્યા હતા. જેમાં સવા સોથી વધુ કુંવારિકા અને બટુકની પુજા કરવામાં આવી હતી. સો કુંવારિકા અને બટુક પૂજન બાદ પરિવાર સહિત નૈવેદ્ય પ્રસાદ જમાડવામાં આવ્યું હતું. તમામ માતાજીઓ અને બટુક આઠ વર્ષની ઓછી ઉંમરના હતા.
શહેરના શિવાનંદ આશ્રમમાં આઠમ નિમિત્તે અષ્ટલક્ષ્મીના હવન બાદ લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાળકોને આ પ્રકારે લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.


- ચાંદીની વાટકી
- ફ્રોક
- માળા અને બુટ્ટીના સેટ
- બ્રેસલેટ
- નેઇલપોલીશ
- ચૉકલેટ્સ
- વેફર્સ-બિસ્કિટ્સ
- ફ્રુટ્સ
- ક્રેયોન્સ અને સ્કેચપેન
- સ્ટેશનરી પાઉચ
- નોટબુક