- રાષ્ટ્રીય એકતા દિવસની અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ઉજવણી
- પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે શપથ લેવડાવવામાં આવ્યા
- મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ રહ્યા હાજર
અમદાવાદઃ સમગ્ર દેશમાં 31મી ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ પહેલા તમામ સરકારી કચેરીઓમાં સ્ટાફ પાસે સરકારે પ્રતિજ્ઞા લેવડાવ્યા. ત્યારે શહેર પોલીસ કમિશનર કચેરીમાં શપથ કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને અમદાવાદ ટ્રાફિક(Ahmedabad Traffic) વિભાગના મયંકસિંહ ચાવડાએ તમામ જવાનોને અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યારે રાષ્ટ્રની જે એકતા છે તેને ચાલુ રાખવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામા આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
એકતા જાળવવા કેટલાક પ્રયત્નો કરશે
પોલીસ કમિશનર કચેરી ખાતે આ સમારોહ યોજવામાં આવ્યો હતો . જ્યારે એકતા જાળવવા માટે આગામી સમયમાં પોલીસ દ્વારા બીજા પણ કેટલાક પ્રયત્નો કરવામાં આવશે. જ્યાં તમામ પોલીસ જવાનોએ શપથ લઈને એક વિશ્વાસ આપ્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં દિવાળી પહેલા ગુનેગારો સામે પોલીસની લાલ આંખ, પોલીસે મુખ્ય બજારોમાં ગુનેગારોના પોસ્ટર લગાવ્યા
આ પણ વાંચોઃ ઉત્તરાખંડનો પોલીસ કોન્સ્ટેબલ રાતોરાત બન્યો કરોડપતિ, જાણો કઈ રીતે