આ રેલી પ્રથમ ભાગમાં ગાંધી આશ્રમ સુધી યોજાશે. આ રૂટ પર 28 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જે ઇન્ડિયન રોડ શોની થીમ પર હશે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યો ડાન્સ ગરબા વગેરે જોવા મળશે.
જ્યારે રોડ શોના બીજા ભાગમાં ગાંધી આશ્રમથી સુભાષ બ્રિજ એરપોર્ટ થઈ ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો છે. જેને 'unity in diversity' રોડ શો થીમ નિશ્ચિત કરાઈ છે. આ રૂટ પર જુદા-જુદા સમાજ સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ ધર્મના લોકો દેશના અલગ અલગ રાજ્યોના લોકો કે જેઓ અમદાવાદમાં વસવાટ કરે છે, તેઓ પરંપરાગત વેશ માં હાજર રહેશે અને મોદીનું અભિવાદન કરશે.