ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સ્ટેડિયમમાં પ્રવેશ કર્યા પહેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ભવ્ય રોડ શો કરીને ગાંધી આશ્રમ જવાના છે. ત્યારે ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમમાં એક ચરખો ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આશ્રમમાં આવેલા હૃદયકુંજમાં 73 વર્ષીય ટ્રમ્પ નીચે બેસી રેંટિયો કાંતશે કે પછી તેઓ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડશે તેની તૈયારીઓ કરી રહ્યા છે.
'નમસ્તે ટ્રમ્પ': અમદાવાદમાં તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ - trump in ahemdabad
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા 24 ફેબ્રઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવનાર છે. બીજી બાજુ અમદાવાદમાં તૈયાર થયેલું વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન થવાનું છે. આ સ્ટેડિયમમાં તૈયાર થનાર એક સ્ટેજ પર ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા મળવાના છે. ત્યારે તેને લઈને અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.
'નમસ્તે ટ્રમ્પ' : અમદાવાદમાં તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ