ETV Bharat / state

કેરળને પાછળ મુકી અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલે મેળવ્યો A+ ગ્રેડ - ભારતની ડેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ

અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલે વધુ એક સિદ્ધિ મેળવી (Government Dental College and Hospital ahmedabad ) છે. NAACની ટીમ અહીં મુલાકાતે આવી હતી. ત્યારબાદ ટીમે અહીંની સુવિધાને જોઈને 4માંથી માન્યતા પ્રક્રિયામાં 3.44 પોઈન્ટ (NAAC rank A plus grade to Civil Medicity) આપ્યા હતા.

કેરળને પાછળ મુકી અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલે મેળવ્યો A+ ગ્રેડ

author img

By

Published : Jan 13, 2023, 12:41 PM IST

અમદાવાદ શહેરની સિવિલ મેડિસીટી કેમ્પસની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને NAAC દ્વારા A+ ગ્રેડ સાથે 5 વર્ષ માટે પ્રતિષ્ઠિત માન્યતા એનાયત કરવામાં આવી છે. વધુમાં NAAC દ્વારા ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે 4માંથી માન્યતા પ્રક્રિયામાં 3.44 પોઈન્ટ મેળવનારી અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલ સમગ્ર દેશની એક માત્ર સંસ્થા બની છે.

આ પણ વાંચો Smart City In India 2022: સુરત શહેરની વધુ એક સિદ્ધિ, ડાયનેમિક રેન્કિંગમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં મેળવ્યો પહેલો ક્રમ

નાગરિકોની સુવિધામાં વધારો આ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સર્વાંગી વિકાસ કરીને માળખાકીય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી છે. તેના પરિણામ સ્વરૂપ આ સિદ્ધિ હાંસલ થઈ છે. રાજ્યમાં ઉપબબ્ધ શ્રેષ્ઠત્તમ અને ગુણવત્તાસભર માળખાકીય સેવાઓ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહી છે.

CMના માર્ગદર્શન હેઠળ મેળવી સિદ્ધિ તો ડેન્ટલ હોસ્પિટલના ડીન ડૉ. ગિરીશ પરમારે વધુમાં જણાવ્યું હતુ કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આકાર પામેલું મેડિસિટી મેડિકલ ક્ષેત્રે સેવા, સુવિધા અને સારવાર સંલગ્ન અનેક કિર્તીમાન સ્થાપિત કર્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ સિવિલ મેડિસિટીની ડેન્ટલ હોસ્પિટલે આ મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

કેરળની ઈન્સ્ટિટ્યૂટને મૂકી પાછળ તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં 313 ડેન્ટલ ઈન્સ્ટિટ્યૂટમાંથી ફક્ત 30 જેટલી જ NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આમાંથી કેરળમાં માત્ર એકને 3.30 પોઈન્ટ સાથે A+ ગ્રેડ મળ્યો છે. આથી અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલે માળખાકીય સુવિધાઓની શ્રેષ્ઠતાના પરિણામે NAAC દ્વારા 3.44 પોઈન્ટસ મેળવીને ઈતિહાસ રચ્યો છે. તો બીજા તકક્કામાં NABH માન્યતા પુષ્ટિ માટે 3 વર્ષ મળ્યા છે.

NAAC ટીમે લીધી મુલાકાત NAACની ટીમે 4 અને 5 જાન્યુઆરીએ અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેમાં હોસ્પિટલ અને કૉલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પદ્ધતિ તેમ જ ડેન્ટલ વિષયોમાં અભ્યાસક્રમોને લગતી સંલગ્ન શૈક્ષણિક તથા મૂલ્યાંકન પદ્ધતિઓ ડેવલપ કરવી, ડેન્ટલ આરોગ્ય માળખાને ઉચ્ચ સ્તરીય બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસો અને સંશોધનોને વધુ પ્રાધાન્ય આપી વિદ્યાર્થી તેમ જ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન પાપ્ત થાય તે દિશામાં સંસ્થાએ કરેલા પ્રયાસો, સંસ્થાના માળખાકીય અને વહીવટી માળખાને ઉચ્ચસ્તરીય અને સુચારૂ બનાવવાની દિશામાં કરવામાં આવેલ કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ ગ્રેડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCRના લિસ્ટમાં થઈ સામેલ, અહીં હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભણશે

મોટી સંખ્યામાં દર્દીઓને થયો ફાયદો અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલમાં વર્ષ 2022માં 1,31,771 દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો હતો. જ્યારે છેલ્લા 5 વર્ષમાં અંદાજીત 7,15,000 દર્દીઓએ દાંત, મોં સંબંધિત સમસ્યાનું સફળતાપૂર્ણ નિદાન અને સારવારનો લાભ મેળવ્યો છે. આ પાંચ વર્ષ દરમિયાન હોસ્પિટલમા દાખલ દર્દીઓમાંથી 792 જટીલ અને 4,549 સામાન્ય આમ કુલ 5,341 જેટલી સર્જરી હોસ્પિટલના તબીબો દ્વારા સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ભારતની શ્રેષ્ઠત્તમ સરકારી સંસ્થાઓમાંથી એક છે, જેના પરિણામે જ અગાઉ આ હોસ્પિટલને NIRF રેન્કિંગ અને સ્કોચ 'ગોલ્ડ' એવોર્ડ એનાયત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.