વોશિગ્ટન/અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્ર્મ્પ એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ અને ત્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ જશે. ટ્રમ્પનું લાખો લોકો સ્વાગત કરશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, મે આ સપ્તાહના અંતમાં PM મોદી સાથે વાત કરી હતી અને તેમણે મને ભારત આવવા ભાવભીનું આમંત્રણ આપ્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી લાખો લોકો તમારુ સ્વાગત કરશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તેઓ હ્યુસ્ટનના હાઉડી મોદી જેવી એક ઈવેન્ટને સંબોધન કરશે અને ભારતીય-અમેરિકન સાથે સીધો સંવાદ કરશે.
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, ભારત પ્રવાસે જવાની મારી આતુરતા વધી ગઈ છે, ટ્રમ્પની મોદી સાથે ચાર-પાંચ અલગ અલગ મુલાકાત થશે અને અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ થશે, આશા છે કે, અમારા સંબધ વધુ મજબૂત થશે. જેમાં ટ્રમ્પના પત્ની મિલેનીયા પણ ઉપસ્થિત રહેશે.