ETV Bharat / state

રામોલમાં અંગત અદાવતમાં હત્યા, મૃતકના પરિજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો

અમદાવાદ: રામોલમાં ગત રાતે બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે દરમિયાન એક ઇસમનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. મૃતક ઇસમના પરિવારજનોએ આ મામલે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને તોડફોડ કરી હતી. રામોલ પોલીસે આ અંગે અલગ અલગ બે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રામોલમાં અંગત અદાવતમાં હત્યા, મૃતકના પરિજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો....
author img

By

Published : May 22, 2019, 11:15 AM IST

શહેરના રામોલના જનતાનગરમાં ગત રાતે 8-30 કલાકે શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવતમાં હથિયારથી મારામારી થઈ હતી. જે દરમિયાન બંને શખ્સો ઘાયલ થયા હતા. જેને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રમીજખાનને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતક રમીજના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરી હતી. ઉપરાંત શંકાસ્પદ ઈસમ એટલે કે શમશેરને પણ મારમાર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

રામોલમાં અંગત અદાવતમાં હત્યા, મૃતકના પરિજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો....

આ ગુનો રામોલમાં થયો હોવાથી રામોલ પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી શરૂ હાથ ધરી હતી. તો બીજી તરફ એલ.જી.હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલમાં થયેલ બનાવને પગલે ઝોન-5 અને ઝોન-6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ મામલે પ્રત્યક્ષદર્શી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.

બંને ઈસમો શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવત હતી. અગાઉ પણ બંને સામે અનેક મારામારીના ગુન્હા નોંધાયેલા છે. બંનેએ એક બીજા પર હથિયારથી હુમલો કર્યો હતો. આ બંને ઈસમો રામોલમા નામચિહ્ન રહી ચૂક્યા છે. પોલીસે બંને ઈસમો વચ્ચે ક્યાં કારણથી અદાવત હતી તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

R_GJ_AHD_01_22_MAY_2019_RAMOL_HATYA_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

રામોલમાં અંગત અદાવતમાં હત્યા,હત્યા બાદ મૃતકના સગાઓએ હોસ્પિટલમાં પણ કરી ધમાલ....

અમદાવાદના રામોલમાં ગત રાતે બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હતી જે દરમિયાન એક ઇસમનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો.મૃતક ઇસમને પરિવારજનોએ આ મામલે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને તોડફોડ કરી હતી.રામોલ પોલીસે આ અંગે અલગ અલગ બે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે.

શહેરના રામોલના જનતાનગરમાં ગત રાતે 8-30 વાગે શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવતમાં હથિયારથી મારામારી થઈ હતી.જે દરમિયાન બંને શખ્સો ઘાયલ થયા હતા અને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રમીજખાનને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.આ મામલે મૃતક રમીજના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરી હતી ઉપરાંત શંકાસ્પદ ઈસમ એટલે કે શમશેરને પણ મારમર્યો હતો.ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ગુનો રામોલમાં થયો હોવાથી રામોલ પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી તો બીજી તરફ એલ.જી.હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જે અંગે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.હોસ્પિટલમાં થયેલ બનાવને પગલે ઝોન-5 અને ઝોન-6 ડીસીપી સહિતનો પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો.પોલીસે આ મામલે પ્રત્યક્ષદર્શી અને પરિવારજનોની પૂછપરછ પણ કરી હતી.

બંને ઈસમ શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવત હતી અગાઉ પણ બંને સામે અનેક મારામારીના નોંધાયેલા છે.બંનેએ એક બીજા ઓર હથિયારીથી હુમલો કર્યો હતો.બંને ઈસમો રામોલના નામચિહ્ન રહી ચૂક્યા છે.પોલીસે બંને ઈસમો વચ્ચે ક્યાં કારણથી અદાવત હતી તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.