હૈદરાબાદ: પહેલા બગોદરા-વટામણ હાઇવે પર અકસ્માત થયો હતો. જે બાદ હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ભયાનક ઘટના બની છે. મળતી માહિતી અનુસાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે આવતી કારનું ટાયર ફાટી જતાં કાર ડિવાઇડર કૂદી રોડની સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા જેમાંથી ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
#WATCH | Nadiad, Gujarat: 3 people died and 2 including a minor girl injured after a car collided with a truck, late night on Ahmedabad Vadodara Express Highway.
— ANI (@ANI) December 4, 2024
(Earlier visuals from the accident spot) pic.twitter.com/J7bifKyBD0
સમગ્ર પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ માટે ગયા હતા. ત્યાથી પરત આવતા સમયે ઘટના બની હતી. રાજસ્થાનથી સુરત જતા સમયે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડ જતા સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.
Nadiad, Gujarat: On the Ahmedabad-Vadodara Express Highway, three people were killed in a road accident near Nadiad. After the car's tire burst, it jumped the divider and collided with an oncoming truck. Two men and one woman died in the accident, while a man and a 14-year-old… pic.twitter.com/o5FEgoW5RS
— IANS (@ians_india) December 4, 2024
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, અકસ્માતમાં બે પુરૂષો અને એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચી છે, જેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
"અકસ્માતમાં બે પુરૂષો અને એક મહિલાના મોત નીપજ્યા હતા. જીમ ફુલારામ તરીકે ઓળખાતા 41 વર્ષીય વ્યક્તિ અને 14 વર્ષની છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત અચાનક ફાટવાને કારણે થયો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક આ તમામ લોકો લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા" પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. દેસાઈ
આ પણ વાંચો: