ETV Bharat / state

અમદાવાદ: એક તરફી પ્રેમમાં એક યુવકે અન્ય યુવકની કરી હત્યા - Ahmedabad Police

રાજ્ય સહિત અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી. એક તરફી પ્રેમમાં એક યુવકે અન્ય યુવકની હત્યા કરી હતી.

Murder in Ahmedabad
અમદાવાદમાં હત્યા
author img

By

Published : Dec 15, 2020, 7:12 AM IST

  • એક તરફી પ્રેમમાં યુવકે કરી હત્યા
  • હત્યાને આત્મહત્યા સાબિત કરવા થયો પ્રયત્ન
  • ઓઢવ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં અનેક લોકોને ગુનાને અંજામ આપી બેસે છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓઢવમાં એક તરફી પ્રેમમાં એક યુવકે અન્ય યુવકની હત્યા કરી દીધી હતી અને હત્યા બાદ તેને આત્મહત્યા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઓઢવ પોલીસે આ મામલે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

બંને યુવકને એક યુવતી સાથે હતો એક તરફી પ્રેમ..

ઓઢવના સીતારામ નામના યુવક એક યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હતો. જેમાં અવારનવાર તે યુવતી સાથે મજાક અને મસ્તી પણ કરતો હતો. આ વાતની જાણ આરોપી નંદરામને પણ થઇ હતી અને તે પણ તે જ યુવતીને પ્રેમ કરતો હતો. જોકે યુવતી બંનેમાંથી એક પણ યુવકને પ્રેમ કરતી ન હોતી.

હત્યા કરી આત્મહત્યા સાબિત કરવાનો પ્રયત્ન

નંદરામ અને સીતારામ એક જ કારખાનામાં કામ કરતા હતા. જેથી નંદરામે પ્રેમમાં સીતારામની હત્યા કરી દીધી અને બાદમાં ગળેફાંસો ખાઈ આત્મ હત્યા કરી હોય તેમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ શેઠના ડરથી મૃતદેહને અન્ય શખ્સો સાથે મળીને સગેવગે કરી દીધી હતી. જે બાદ પોલીસને મૃતદેહ મળ્યો હતો અને તપાસ શરુ કરી હતી.

આ સમગ્ર મામલે તપાસ કરીને પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની હત્યા અને હત્યામાં મદદ કરવાનમા આરોપમાં ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસ હવે એ વાતની પણ તપાસ શરૂ કરી છે કે, હત્યા પાછળ ખરેખર એક તરફી પ્રેમ કારણભૂત છે કે કોઈ અન્ય કારણને લીધી હત્યા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.