અમદાવાદઃ શહેરમાં રોગચાળાને પહોંચી વળવા કૉર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે આરોગ્ય વિભાગે હાથીપગ રોગના 3,600 જેટલા લોકોના ટેસ્ટ કર્યા હતા. આમાંથી 4 વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે હવે કૉર્પોરેશનનું આરોગ્ય વિભાગ આગામી સમયમાં વધુ ટેસ્ટ કરશે. તો આ પોઝિટિવ આવેલા 4 વ્યક્તિ ઉત્તરપ્રદેશ અને બિહારના હિસ્ટ્રી ધરાવતા કેસ છે. ગુજરાતમાં વ્યવસાય માટે આવ્યા છે.
આ પણ વાંચોઃ Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ
હાથીપગાના 4 કેસ પોઝિટિવઃ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના ચેરમેન ભરત પટેલ જણાવ્યું હતું કે, શહેરના નોબલનગર, બાપુનગર, રામોલ, વટવા, ઈન્દ્રનગર જેવા વિસ્તારોમાં બહારથી આવતા લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ, બિહારના લોકો છેલ્લા 6 મહિનાથી અહીંયા વ્યવસાય માટે રોકાયેલા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગે હાથીપગાના 3,600 જેટલા ટેસ્ટ લીધા હતા, જેમાંથી 4 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. આ રોગ હવામાં ઊડતી જીવાતને કારણે થતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આગામી સમયમાં કૉર્પોરેશનનું આરોગ્ય વિભાગ ફોગીંગની કામગીરી વધારી દેશે. જ્યારે સ્લમ વિસ્તારોમાં વધુ ફોગીંગની કામગીરી કરાશે, જેથી હવામાં ઉડતી જીવાતથી થતો રોગચાળાને અટકાવી શકાય.
ગેરકાયદે ચાલતા દવાખાનો પર કાર્યવાહી કરાશેઃ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારે ગેરકાયદેસર ચાલતા દવાખાના અને કતલખાના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. થોડાક દિવસ પહેલા જ પણ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ લાંભામાંથી ગેરકાયદેસર ચાલતા 10 જેટલા દવાખાનાઓ સામે આવ્યા હતા. તેને લઈને કૉર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે આગામી સમયમાં વધુ જે કાયદેસર ચાલતા દવાખાના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર ચાલતા દવાખાના પર કાર્યવાહીઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા લાંભા, નારોલ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલતા દવાખાના મળી આવ્યા હતા. તેના પગલે કોર્પોરેશનને કડકમાં કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે આગામી સમયમાં કૉર્પોરેશન ફરી એક વાર શહેરના અલગઅલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરશે, જેમાં આવા ગેરકાયદેસર ચાલતા દવાખાના સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉપરાંત અલગઅલગ નાસ્તાના સ્ટૉલ પર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફૂડ સેમ્પલ પણ હાલમાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સને લઈ ગુડ ન્યૂઝ
15 લાઈસન્સ વિનાના કતલખાના ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ કૉર્પોરેશન દ્વારા કતલખાના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના પર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 297 લાઈસન્સવાળી કતલખાના ચાલી રહ્યા છે. તેમાંથી ગંદકી વધારે પ્રમાણમાં જોવા મળતી 58 દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે લાઈસન્સ વિનાની 15 દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.