અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં (Shahibaug Police Station) એક માતા સામે તેની જ દીકરીની હત્યાનો (mother killed daughter in Ahmedabad) ગુનો નોંધાયો છે. મા આ શબ્દ દરેક વ્યક્તિને ખૂબ જ સ્પષ્ટ કરે છે અને બાળકો ગમે તેવા હોય છતાં પણ માનો બાળકો પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, પરંતુ નાની એવી દિકરીની બીમારીથી કંટાળીને માતાએ તેને હોસ્પિટલના ત્રીજા માળેથી જ નીચે ફેંકી દઈ તેની હત્યા કરી હોય તે પ્રકારની ચકચારી ઘટના અમદાવાદ શહેરમાં બની છે.
બાળકીને જન્મતાની સાથે જ બીમારી હતી આ અંગે મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદમાં રહેતા આસિફ મિયા મલેકના લગ્ન ફરજાનાબાનુ સાથે થયા હતા. 2 મહિના પહેલાં જ ફરજાનાબાનુએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જન્મતાની સાથે જ દિકરી બીમારીથી પીડાતી હોવાથી માતાપિતાએ તેને વડોદરાની SSG હોસ્પિટલમાં (SSG Hospital Vadodara) 24 દિવસ સુધી દાખલ રાખી અને સારવાર પણ કરાવી હતી. તે સમયે તબીબે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી આ બીમારી થઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરી બાળકીના આંતરડાનો ભાગ બહાર આવતા તેને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બાળકીને નડીયાદથી અહીં લાવવામાં આવી હતી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં (Nadiad Civil Hospital) બાળકીને સારવાર માટે ખસેડાયા બાદ ત્યાંના તબીબોએ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે બાળકીને લઈ જવાનું કહેતા બાળકીને હોસ્પિટલમાં એમ્બુલન્સ મારફતે લાવવામાં આવી હતી. તેમ જ સિવિલ કેમ્પસમાં (Ahmedabad Civil Hospital) ત્રીજા માળે આવેલા C-3 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 2 માસની દિકરી સાથે તેની મા ફરજાનાબાનું રહેતી હતી.
શુ હતી ઘટના? 1 જાન્યુઆરીએ સવારે 05 વાગ્યાના સમયે ફરિયાદી આસિફમિયા મલેક હોસ્પિટલના બહારના વેઇટિંગ રૂમમાં સૂઈ રહ્યા હતા. તે સમયે તેમની પત્ની ફરજાનાબાનુ તેની પાસે આવી હતી અને જણાવ્યું હતું કે, દિકરી અમરીનબાનુ મળતી નથી. ત્યારબાદ તેમણે પણ દિકરીની શોધખોળ કરી હતી અને ન મળી આવતા પોલીસને (Shahibaug Police Station) ફોન કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ વોર્ડના સિક્યોરિટીને જાણ કરી હતી. તેમ જ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) સ્ટાફ અને પોલીસે સાથે રહીને C3 વોર્ડના લોબીમાં આવેલા CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેમની પત્ની ફરજાનાબાનુ દિકરી અમરીનબાનુને લઈને વહેલી સવારના 4.15 વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઈ જતી જોવા મળી હતી અને વોર્ડના બહાર આવેલી ગેલેરીમાં પિલર પાસે ઉભી રહી અને ત્યારબાદ ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી.
બાળકી મૃત હાલતમાં મળી ત્યારબાદ તેમણે પૂછપરછ કરતા હત્યારી માતાએ જણાવ્યું હતું કે, દિકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હોવાથી તે કંટાળી ગઈ હતી. એટલે દિકરીને વોર્ડની બહાર ગેલેરીમાં લઈ ગઈ હતી. ગેલેરીના પીલરની બાજુમાં ઊભા રહી ત્યાંથી આઈકોનિક સુશોભન કોન્ક્રિટ સ્ક્રીન બ્લોકની ખૂલ્લી જગ્યામાંથી દિકરીને નીચે ફેંકી (mother killed daughter in Ahmedabad) દીધી હતી. ત્યારબાદ ફરિયાદીએ સિક્યોરિટી સ્ટાફના માણસો સાથે તપાસ કરતા તેમની દિકરી અમરીનબાનુ નીચે બિલ્ડિંગના બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં મૃત હાલતમાં મળી આવી હતી.
આ પણ વાંચો 31stની રાત્રે સોલામાં યુવકની હત્યા?, યુવકને મારી ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાની આશંકા
પોલીસે હત્યારી માતાની કરી ધરપકડ આ સમગ્ર મામલે આસિફમીયા મલેકે તેઓની પત્ની ફરજાનાબાનુ સામે દિકરીની હત્યાની (mother killed daughter in Ahmedabad) ફરિયાદ નોંધાવી છે. આમાં દિકરીને નીચે (mother killed daughter in Ahmedabad) ફેંકવાથી તેનું મૃત્યુ થશે તેવી જાણ અને તેવા ઈરાદે બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે ફેંકી દઈ પોતાની દિકરીનું મૃત્યુ નિપજાવી દિકરી અમરીનબાનુ ગુમ થઈ છે તેવી ખોટી જાહેરાત કરી હતી. જોકે, હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ભાંડો ફૂટતા પોલીસે (Shahibaug Police Station) માતા સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.