ETV Bharat / state

અમદાવાદ શહેરની મોટાભાગની હોસ્પિટલમાં 90% કોવિડના બેડ ખાલી - 90% of bed is empty

અમદાવાદ શહેરમાં બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. દિવાળી પછી વધેલા કોરોનાના કહેરમાં હવે ધીમેધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના કેસમાં ફરી એક વખત ઘટાડો આવતા તબીબોને રાહત મળી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં અત્યારે કોરોનાના મહત્તમ બેડ ખાલી જોવા મળી રહ્યા છે. અમદાવાદની કેટલીક હોસ્પિટલમાં હાલ 90% બેડ ખાલી અવસ્થામાં રહેલા છે.

અમદાવાદની હોસ્પિટલમાં 90% કોવિડના બેડ ખાલી

author img

By

Published : Jun 10, 2021, 1:59 PM IST

  • અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં મહત્તમ બેડ ખાલી
  • અમદાવાદની કેટલીક ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ 90% બેડ ખાલી
  • દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હવે હોસ્પિટલોએ નોન કોવિડ દર્દીઓને લેવાના શરૂ કર્યા

અમદાવાદ : શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓ માટે ફળવાયેલા કુલ 7,000 બેડમાંથી 90% બેડ હાલ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે. કોરોના કેસમાં સતત ઘટાડો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ અને શારદાબહેન હોસ્પિટલ કોરોના ફ્રી કરવામાં આવી છે. જ્યારે SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 380 બેડ અને LG હોસ્પિટલમાં 160 બેડ રાખવામાં આવ્યા છે. આ સિવાયના જનરલ અને ઓક્સિજન-વેન્ટિલેટર અને નોન કોવિડ તરીકે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

અમદાવાદની SVP હોસ્પિટલમાં ICU વિથ વેન્ટિલેટર કુલ 14 ખાલી અવસ્થામાં

અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં આઇસોલેટેડ 2,017 ઓક્સિજન બેડ, 3609 ICU વીથ આઉટ વેન્ટિલેટર, 526 ICU વેન્ટિલેટર, 652 બેડ ખાલી જોવા મળી રહ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં આઇસોલેટેડ 177 ઓક્સિજન સપ્લાય બેડ 102 ICU વીથ આઉટ વેન્ટિલેટર 17 જ્યારે ICU વિથ વેન્ટિલેટર કુલ 14 ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં 90 ટકાથી પણ વધુ બેડ ખાલી અવસ્થામાં

કોરોનાના કેસો ફરી વધે તો નોટિફાય કરવાની શરતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોને હાલ ડિનોટીફાઈ કરવામાં આવી રહી છે .અમદાવાદમાં 94 કોવિડ ડેઝીગ્રેટેડ હોસ્પિટલ છે. જે દિવાળીની આસપાસ 105થી ઉપર જઈ પહોંચી હતી. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે, અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં 90 ટકાથી પણ વધુ બેડ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્ય સરકાર કોરોનાની 3જી લહેર માટે સજ્જ, મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહી કરાય

કોરોનાના દર્દીઓના માથેથી મ્યુકરમાયકોસીસનું જોખમ ટળ્યું નથી

કોરોનાના કેસમાં સતત ઘટાડો થતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની સ્થિતિ ઘણી સુધરી છે. જોકે, કોરોનાના દર્દીઓના માથેથી મ્યુકરમાયકોસીસનું જોખમ હજી સુધી ટળ્યું નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસની જુદી-જુદી ઇન્સ્ટિટ્યૂટ અને LGમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.