ETV Bharat / state

ભાજપ IT સેલના 200 થી વધુ યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી પકડ્યો કોંગ્રેસનો હાથ - આઠ વિધાનસભાની પેટાચૂંટણી

ગુજરાતમાં હાલ 8 બેઠકો પર પેટાચૂંટણીના પડઘમ વાગેલા છે. ત્યારે રાજકીય પક્ષઓમાં ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે પેટાચૂંટણી સમયે ભાજપના 200થી વધુ યુવાનોએ ભાજપ માટે IT સેલમાં કામ કરતા હતા. તેમને ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાવવાનું નક્કી કરી કોંગ્રેસમાં જોડાયા હતાં.

congress
અમદાવાદ - ભાજપ IT સેલના 200 થી વધુ યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો પકડ્યો હાથ
author img

By

Published : Oct 19, 2020, 10:31 AM IST

  • વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ
  • ભાજપના IT સેલના 200 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ
  • અમિત ચાવડાએ કર્યા ભાજપ પર પ્રહાર

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસમાં પક્ષ બદલવાના સમાચાર હવે સામાન્ય રીતે કોમન થઈ ગયા છે. ત્યારે ભાજપ આઇટી સેલમાં 200થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત વિસ્તારમાંથી કાર્યકર્તાઓ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

અમદાવાદ - ભાજપ IT સેલના 200 થી વધુ યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો પકડ્યો હાથ

યુવાનોને તાકાત આપવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું : અમિત ચાવડા

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે, ભાજપના કાર્યકર્તા અને આઇટી સેલના યુવાનોને હવે ધીમે ધીમે ભાજપનો મોહ ભંગ થઇ રહ્યો છે. સાયબર આર્મી તરીકે ભાજપ માટે કામ કર્યું પરંતુ લાંબા અનુભવ બાદ ખ્યાલ આવી ગયો કે, ભાજપે અત્યાર સુધી કાર્યકર્તાઓ સાથે વિશ્વાસ ઘાત કર્યો છે. નહેરુ, ગાંધી અને સરદારનો ઇતિહાસ પાર્ટીઓએ રહેલ છે. કોંગ્રેસ અંગ્રેજો સામે લડી દેશને આઝાદી અપાવા પાર્ટીની સ્થાપના થઇ હતી. યુવાનોને તાકાત આપવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે. પંચાયતથી લઇ નગરપાલિકા સુધી જે યુવાનો અને મહિલાઓને પ્રતિનિધિત્વનું યોગદાન કોંગ્રેસનુ છે. કોંગ્રેસ પક્ષ તમામ યુવાનોનું સ્વાગત કરે છે. કોંગ્રેસ તમારી શક્તિ ઉજાગર કરશે. તેવું પણ આશ્વાસન આપ્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નેતૃત્વ જ ડામાડોળ છે અને પોતાના જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ અમિત ચાવડાને હટાવવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ અમિત ચાવડા એવો દાવો કરી રહ્યા છે કે, કોંગ્રેસ પક્ષ પેટા ચૂંટણીની આઠ સીટ જીતશે તો હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ ?

જાહેર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

એક તરફ સરકારની ગાઈડલાઈનનું જ્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરો માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન કરે તો આ જ કોંગ્રેસના પ્રમુખ વિરોધ કરવા નીકળી પડતા હતા. ત્યારે કોંગ્રેસ પ્રમુખ પોતે જ જાહેર કાર્યક્રમમાં માસ્ક પણ પહેર્યા વગર બેઠા હતા અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાડયા હતા. ત્યારે સવાલ એ ઉભા થઈ રહ્યો છે કે, શુ નિયમો સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવ્યા છે ? વિરોધ કરતું કોંગ્રેસ જ આ નિયમોનું પાલન ન કરે તો સામાન્ય જનતાને શુ સમજાવવાના ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.