અમદાવાદઃ શહેરના વન મોલ ખાતે તૈયારી દરમિયાન મોલમાં પ્રવેશનાર લોકોની સંખ્યા કેટલી છે, તે માટેનું ગેટ પર કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે. તેમજ બહાર નીકળતા લોકોને પણ ગણતરી માટે કાઉન્ટર ગોઠવવામાં આવેલ છે. આ ઉપરાંત અંદર પ્રવેશતા પહેલા તેઓને સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ દરેક મુલાકાતીઓના મોબાઇલમાં આરોગ્યસેતુ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે કે કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવશે, એટલું જ નહીં આ એપ્લિકેશન ના હોય તો એપ ડાઉનલોડ કરવાની રહેશે. જો સાદો મોબાઈલ હોય તો તે માટે ફોર્મ ભરવાનું રહેશે, ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડ મેટલ ડિટેક્ટરથી પણ ચેક કરી પછી જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવશે.
મોલમાં અંદર પ્રવેશ્યા બાદ લિસ્ટમાં અને એસ્કેલેટર માટે મજબૂર રૂમમાં પણ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે યોગ્ય આયોજન મોલ દ્વારા કરવામાં આવ્યું છે, તેમ જ મોલમાં આવેલ પૂર્વ ઝોનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે મોબાઇલ એપ દ્વારા જમવાનો ઓર્ડર આપવામાં આવશે.
તેમજ હાલ 50 ટકા ટેબલો ખાલી કરી દેવામાં આવ્યા છે. ફૂલ કોર્ટમાં 700 બેસી શકે તેટલી ક્ષમતા છે. પરંતુ હાલ 300 જેટલા જ લોકો બેસી શકે તે પ્રકારના ટેબલ ગોઠવવામાં આવ્યા છે. તેમજ મોબાઈલ એપથી જમવાનો ઓર્ડર આપવાનો રહેશે અને પેમેન્ટ પણ ઓનલાઇન જ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ઓર્ડર તૈયાર થઈ જાય બાદ મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવે એટલે કાઉન્ટર પરથી પ્લેટ લેવાની રહેશે.