અમદાવાદ શહેરમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે શહેરના અનેક વિસ્તારોમાં યુવતીની છેડતીની (Ahmedabad girl molested) ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છેડતીની ઘટના બની છે. યુવતી જે જગ્યા પર નોકરી કરી રહી હતી. તેના જ શેઠ દ્વારા જ છેડતી કરવામાં આવી હતી.
ખાનગી કંપનીમાં નોકરી 22 વર્ષીય યુવતી અઢી વર્ષ પહેલા શાહીબાગ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. જે કંપનીમાં માલિક નિકેશ સોલંકી સાથે યુવતી માત્ર કામ બાબતે વાતચીત કરતી હતી. અને તે બાદ બંને પરિચયમાં આવ્યા હતા. અને ફોન ઉપર વાતચીત થતી હતી. યુવતીએ થોડાક સમય બાદ નોકરી છોડી દીધી હતી. જે પછી પણ બંને વચ્ચે વાત થતી હતી. જોકે છેલ્લા દોઢ મહિનાથી યુવતીએ નિકેશ સોલંકી સાથે વાત કરવાનું બંધ કર્યું હતું.જે બાદથી નિકેશ સોલંકી યુવતીના ઘરની બહાર આટા ફેરા મારતો હતો. અને તેનો પીછો કરતો હતો. અને પોતાની સાથે મિત્રતા રાખવા માટે દબાણ કરતો હતો.
માર્કેટમાં કામથી નીકળી તારીખ 14 ડિસેમ્બરે યુવતી અમરાઈવાડીમાં માર્કેટમાં કામથી નીકળી હતી ત્યારે નિકેશ સોલંકીએ તેનો પીછો કર્યો હતો. અને જેથી યુવતીએ પોતાને નિકેશ સાથે સંબંધ રાખવા નથી. છતાં કેમ પીછો કરે છે. તેમ કહેતા નિકેશ ઉશ્કેરાયો હતો. અને તેણે જબરદસ્તીથી યુવતીનો હાથ પકડીને ધમકી આપી હતી. અને કહ્યું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ. તું મારી નહીં તો કોઈની નહીં. જે બાદ યુવતીએ ઘરે જઈને આ અંગે માતાને જાણ કરી હતી.આ ઘટના પછી પણ નિકેશે યુવતીના માતાના મોબાઈલ ફોન ઉપર મેસેજ કરી અવારનવાર પીછો કરીને પોતાની સાથે મિત્રતા રાખવા માટે દબાણ કર્યું હતું.
યુવતી કંટાળી યુવતીએ કંટાળીને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં(amraiwadi police station) નિકેશ સોલંકી સામે છેડતી અને ધમકી આપવા બાબતની ફરિયાદ(Section 354 IPC) નોંધાવી છે. અમરાઈવાડી પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ તેજ કરી છે. આ મામલે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં અમરાઈવાડીના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ગુનાના કામે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.