ETV Bharat / state

અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ભાગ લેવા મોહન ભાગવત પહોંચ્યા અમદાવાદ - Mohan Bhagwat on a visit to Ahmedabad

વર્ષમાં 2 વાર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાય છે. ત્યારે 2021ની પહેલી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે થવા જઇ રહ્યું છે, ત્યારે બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિતના સરકાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. જે અનુક્રમે આજે RSS ચીફ મોહન ભાગવત અમદાવાદ આવી પહોંચ્યા હતા.

અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ભાગ લેવા મોહન ભાગવત પહોંચ્યા અમદાવાદ

author img

By

Published : Jan 2, 2021, 9:43 PM IST

  • સરસંઘચાલક મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવિધ સમવિચારી સંગઠનોની બેઠકમાં રહેશે ઉપસ્થિત
  • કર્ણાવતી ડેન્ટલ કોલેજ ઉવારસદ ખાતે 5 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી ચાલશે બેઠક

અમદાવાદઃ વર્ષમાં 2 વાર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાય છે. 2021ની પહેલી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે થવાનું છે. ત્યારે બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિત સરકાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. જે અનુક્રમે આજે RSS ચીફ મોહન ભાગવત અમદાવાદ આવી પહોંચ્યા હતા.

આ બેઠકમાં ભાગ લેશે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ

ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકમાં RSS, BJP, ABVP, VHP જેવી ભગિની સંસ્થાઓના વડાઓ હાજર રહેશે. જે અનુસંધાને આજે મોહન ભાગવત અમદાવાદ એટપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આ બેઠકમાં ભાગ લેવા 4 જાન્યુઆરીના રોજ અમદાવાદ પહોંચશે.

સમન્વય બેઠક અગાઉ સંઘની બેઠક યોજાશે

સમન્વય બેઠક અગાઉ અમદાવાદ ખાતેની સંઘની બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહક ભૈયાજી જોશી સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે સહબેઠક યોજશે.

મોહન ભાગવત અઠવાડિયું ગુજરાતમાં રોકાશે

મોહન ભાગવતનું અમદાવાદમાં આગમન થયું છે. ત્યારથી લઈને 7 જાન્યુઆરીએ સમન્વય બેઠકના સમાપન અને ત્યારબાદના 2 દિવસ તેઓ અમદાવાદ ખાતે રોકાઈને પરંપરા મુજબ સંઘની બેઠક કરશે. આમ તેઓ ઉતરાયણ અને ગુજરતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અઠવાડિયું ગુજરાતમાં વિતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.