અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં વધતા જતા કોરોના કેસને રોકવામાં માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજ રોજ AMC એ સરકાર દ્વારા અપાયેલા ધન્વંતરિ મોબાઈલ મેડિકલ વાન સંજીવની રથ મારફતે જરૂરી સેવાઓ ચાલુ કરી છે.
જે વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યા વધારે હશે. તે વિસ્તારમાં 40 જેટલી વેન દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવશે. જો કે, આ વાનની કામગીરી દર જગ્યાએ 2 કલાક રોકાઈને કામગીરી કરશે. જો કે અમદાવાદમાં 40 જેટલી વાન દ્વારા 160 જેટલા વિસ્તારને આવરી લેવાની કામગીરી કરાશે. વાનમાં મેડિકલ ઓફિસર ,લેબ ટેક્નિકનિસીયન ,ફાર્મસીસ્ટ,પેરામીમેડિકલ સ્ટાફ અને ડ્રાઇવર હાજર રહેશે. સાથે સાથે જે પણ વિસ્તારમાં આશા વર્કર કે આંગણવાડી વર્કર દ્વારા કોઈ વ્યક્તિમાં લક્ષણ જોવા મળશે તો વાન દ્વારા વ્યક્તિની જરૂરી તપાસ હાથ ધરાશે. જો વ્યક્તિને સારવારની ખૂબ જ જરુર હોય તો તેને વાન દ્વારા હોસ્પિટલ પણ ખસેડવામાં આવશે.